જામનગરના વેપારી અગ્રણી જીતુભાઈ લાલની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં કો.ઓપ્ટ.મેમ્બર તરીકે નિયુકતી

જામનગરના વેપારી અગ્રણી જીતુભાઈ લાલની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં કો.ઓપ્ટ.મેમ્બર તરીકે નિયુકતી
file image

Mysamachar.in-જામનગર

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ધ્વારા જામનગર શહેરના વેપારી તેમજ સામાજીક યુવા અગ્રણી જીતુભાઈ લાલની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની વર્ષ 2020-21 ની એકઝીકયુટીવ કમિટીમાં કો. ઓપ્ટ.મેમ્બર તરીકે નિમણુંક થતાં જામનગરના વેપારીઓએ હર્ષથી આવકારેલ છે. તાજેતરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ નટુભાઈ પટેલ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો ધ્વારા જીતુભાઈ લાલના બહોળા અનુભવ અને કાર્યસક્ષતાનો લાભ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને મળી રહે તે માટે જીતુભાઈ લાલને વર્ષ 2020-21 માટેની એકઝીકયુટીવ કમિટીમાં જોડાવવાનો નિર્ણય લેવામાં આવેલ.

જીતુભાઈ લાલ જામનગરની વિવિધ વેપારી સંસ્થાઓ જેમ કે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદે રહી ચૂકેલ છે. અને વર્ષોથી ધી સીડઝ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસોસીએશન જામનગરના પ્રમુખ તરીકે પણ તેઓ કાર્યરત છે. સાથોસાથ અન્ય વેપારી સંગઠનો, સહકારી, સામાજીક સંસ્થાઓ સાથે સતત જોડાયેલા છે. અને લોહાણા સમાજના પ્રમુખ પદે પણ કાર્યરત છે. જીતુભાઈ લાલની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં વર્ષ 2020-21 માટે નિમણુંક થતા જામનગર વેપારીઓએ આ નિમણુંકને આવકારી છે.