Mysamachar.in-વલસાડ:
વલસાડ જિલ્લાની પારડી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ઉદવાડા રેલવે સ્ટેશન પાસે ખુલ્લી જગ્યામાં એક ઈસમ દમણથી કારમાં દારૂનો જથ્થો લાવીને ખાલી કરતો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે પારડી પોલીસની ટીમે તાત્કાલિક રેડ કરી ઉદવાડા રેલવે સ્ટેશન પાસે મોતીવાડા બ્રિજ નજીક ખુલ્લી જગ્યામાં કારમાંથી 187 બોટલ દારૂના જથ્થા સાથે GRP પોલીસ જવાનને ઝડપી પાડ્યો હતો.પારડી પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર અને દારૂનો જથ્થો મંગાવનાર 4 ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે ટ્રેનમાં મુસાફરી કરતા પ્યાસીઓ છાંટો પાણી કરાવવા પોતાની કારમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરફેર અને પહોચાડવાનો રેલ્વે સ્ટેશન પર પછી કેટલાક માણસો ટ્રેનમાં જ દારૂની હેરફેર કરી તગડી કમાણી કરતા જેમાં કહેવાય છે કે, રેલવે પોલીસ કર્મચારી આશિષ ગરાસિયાનો મોટો ભાગ રહેતો હતો.જો કે તે બાબત તપાસનો વિષય છે, રેલવે પોલીસ કર્મચારી આશિષ ગરાસિયા દારૂની ખેપ મારતા ઝડપાયો છે, જે ટ્રેનમાં હેરાફેરી માટે દારૂનો જથ્થો લાવી આપતો હતો. વલસાડ જીલ્લાના પારડી પોલીસે આ રેલ્વે પોલીસના કર્મચારીને 3.33 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
દમણથી ગેરાકાયદે દારૂની હેરાફેરી કરતો રેલવે કોન્સ્ટેબલ આશિષ બાબુ ગરાસીયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .પોલીસે પૂછતાં તેણે પોતાનું નામ આશિષ ગરાસીયા રેલવે પોલીસ લાઈનમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે દારૂની પરમિટ માગતાં તેની પાસે કોઈ પરમિટ ન હતી. પોલીસે આ દારૂ ક્યાંથી લાવ્યો અને કોને પહોંચાડવાનો હતો તેની પૂછપરછ કરતાં દારૂનો જથ્થો ચંદન નામના વ્યક્તિએ દમણથી ભરાવી ઉદવાડા ખાતે તેના 3 ભાગીદારોને પહોંચાડવાનો હતો. સમગ્ર દારૂના કેસમાં ઝડપાયેલ રેલવે પોલીસ કર્મચારીને આજે પારડી કોર્ટમાં રજૂ કરવામાં આવી વધુ તપાસ હાથ ધરી છે.જે બાદ વિશેષ તપાસમાં વધુ વિગતો સામે આવશે.