જામનગર:મનપાની ચુંટણીમાં લઘુમતી મોરચાના પ્રભારીની જહેમત રંગ લાવી...

સમગ્ર રાજ્યમાં એકમાત્ર જામનગર મહાનગરપાલિકા જ એવી કે જ્યાં થયું એવું...

જામનગર:મનપાની ચુંટણીમાં લઘુમતી મોરચાના પ્રભારીની જહેમત રંગ લાવી...

Mysamachar.in-જામનગર

બે દિવસ પૂર્વે ભાજપા દ્વારા જામનગર મનપાની ચુંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી... પરંતુ આ યાદીમાં એક બાબત એવી પણ ઉડીને આંખે વળગી જે સૌનું ધ્યાન ખેચનારી બની રહી..આજે લોકપ્રિય ન્યૂઝ પોર્ટલ mysamachar.in ની મુલાકાતે આવેલા લઘુમતી મોરચાના પ્રભારી ઇકબાલ ખફી જે ભુરાભાઈના નામથી જણીતા તેવોએ વાતચીત દરમિયાન કહ્યું કે મુસ્લિમ સમાજને કઈ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં પ્રાધાન્ય મળે તે માટે સાંસદ પુનમબેન માડમ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને શહેર પ્રમુખ વિમલ કગથરા સાથે સતત સંપર્કોમાં રહી અને જામનગર મનપાની ચુંટણી માટે ભાજપમાં પ્રથમ વખત એવું થયું કે મુસ્લિમ સમાજના 5 ઉમેદવારોને પ્રાધાન્ય મળ્યું... સાથે જ એ બાબત મહત્વની રહી કે રાજ્યની અન્ય છ મહાનગરપાલિકાઓમાં કોઈ ઉમેદવારો મુસ્લિમ સમાજમાંથી નથી જયારે જામનગર મહાનગરપાલિકામાં 5 ઉમેદવારોને પ્રાધાન્ય મળ્યું છે. જે પ્રથમ વખત હોવાનું અને લઘુમતી મોરચાના પ્રભારીની જહેમતને રંગ આપનારું બન્યું છે.