સુરતથી જામનગર સુધી પહોચ્યો ગાંજાનો જથ્થો, SOGએ 3 શખ્સોને ઝડપી પાડ્યા

ત્રણેય ભાગમાં વહેચાણ કરવાના હતા

સુરતથી જામનગર સુધી પહોચ્યો ગાંજાનો જથ્થો, SOGએ 3 શખ્સોને ઝડપી પાડ્યા

Mysamachar.in-જામનગર

જામનગર SOG ટીમે ગાંજાના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે, એસઓજી ટીમને માહિતી મળી હતી કે કાલાવડ નાકા બહાર સનસીટીમાં રહેતો અબ્દુલસમદ ઓસમાણ સેતા પોતાના ઘરે ગાંજો છુપાવેલ છે અને તેનું વેચાણ કરવાનો છે, આવી માહિતીને આધારે તેના ઘરે રેડ કરી અબ્દુલ ઉપરાંત તેના સાગરિત સંજય પરેશા કે જેને ગાંજાનો જથ્થો લાવવા માટે આર્થિક મદદ પૂરી પાડનાર શરફરાજ સિપાઈ આમ ત્રણેય ઇસમોએ સુરતથી ગાંજો લાવી ભાગમાં વેચાણ કરતા હોય તેમના કબ્જામથી 7 કિલો 700 ગ્રામ ગાંજાનો જથ્થા સહીતના મુદામાલ સાથે એસઓજી ટીમે ઝડપી પાડ્યા છે.

આ કાર્યવાહી એસઓજી પી.આઈ.કુણાલ ગાધે અને પીએસઆઈ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના મહેશ સવાણી, હિતેશ ચાવડા, જ્ઞાનદેવસિંહ જાડેજા, બસીર મલેક, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામ ડેરવાલિયા, અરજણ કોડીયાતર, લાલુભા જાડેજા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.