જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલ કેબીનેટ મંત્રી તરીકેના લેશે શપથ

ના માત્ર બે ચાર લાઈન પરંતુ વિસ્તારથી અને સચોટ સમાચાર મેળવવા માટે આજે mysamachar.in ફેસબુક પેજને ફોલો કરો

જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલ કેબીનેટ મંત્રી તરીકેના લેશે શપથ
file image

Mysamachar.in-જામનગર

જામનગર ગ્રામ્ય બેઠકના સીનીયર ધારાસભ્ય રાઘવજી પટેલની ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમા સમાવેશ થવાની વાતને સમર્થન મળી ચુક્યું છે, આજે બપોરે 1:30 કલાકે યોજાનાર શપથ સમારોહમાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ કેબીનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે, સુત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર શપથ બાદ ખાતાઓની ફાળવણીમાં રાઘવજી પટેલની છાપ ખેડૂત નેતા તરીકેની હોય તેમને કૃષિ વિભાગનો હવાલો મળે તેવી સંભાવનાઓ દર્શાવાઈ રહી છે. રાઘવજી પટેલ કેટલીય શૈક્ષણિક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેવો અગાઉ 1996માં રાજ્યકક્ષાના મંત્રી જયારે 1997 અને 1998માં કેબીનેટ મંત્રી રહી ચુક્યા છે.