જામનગર: 50 ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચાણ કરવામાં આવ્યા મેસેજ આવ્યા માત્ર...

ઓપન બજારમાં સારા ભાવ મળે તો ખેડૂત તેમાં પણ વેચી નાખે 

જામનગર: 50 ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચાણ કરવામાં આવ્યા મેસેજ આવ્યા માત્ર...
તસ્વીર:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

આજથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, પણ જાણે પ્રથમ દિવસે જે કોઈ ને કોઈ કારણોસર ખેડૂતો “ટેકા” થી દુર રહ્યા હોય તેમ લાગ્યું કારણ કે જામનગર હાપા યાર્ડના કેન્દ્ર ખાતે મગફળી વેચાણ કરવા માટે 50 ખેડૂતોને આજે પ્રથમ દિવસે ટેકાના ભાવે વેચાણ કરવા માટે મેસેજ કરવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી માત્ર ૩ જ ખેડૂતો આજે મગફળી વેચાણ કરવા માટે આવ્યાનું સતાવાર જાહેર થયું છે.

મહત્વનું છે કે આજથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઇ છે, જામનગર હાપા યાર્ડ ખાતેથી કૃષિમંત્રી રાઘવજી પટેલે ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો, ટેકાના ભાવે મગફળીની પ્રક્રિયાની શરૂઆત બાદ મંત્રી રાઘવજી પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આજથી રાજ્યના 28 જીલ્લામાં 155 કેન્દ્રો પર ખરીદી માટે શરુ થઇ રહ્યા છે, તો જામનગર જીલ્લાના 6 તાલુકા પર ખરીદી શરુ કરાઈ છે, અને આ વર્ષે 10 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાનો રાજ્ય સરકારનો અંદાજ છે,

ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા માટે ખેડૂતોને 24 કલાક અગાઉ જાણ કરવામાં આવે છે આ સમય પર્યાપ્ત હોવાનું કૃષિમંત્રી જણાવતા વધુમાં આજે પ્રથમ દિવસે જે કેટલાક જિલ્લાઓમાં ખરીદી શરુ ના થવા પર રાઘવજી પટેલે કહ્યું કે લોકલ પરિસ્થતિને અનુલક્ષીને કોઈ જીલ્લામાં એક બે દિવસ વહેલા મોડું થઇ શકે પણ ખરીદી 90 દિવસ ચાલુ રહેશે અને કોઈ ખેડૂતોને મગફળી વેચાણ કરવામાં અન્યાય નહિ થાય, આજથી મગફળી સાથે મગ અડદ અને સોયાબીન પણ ટેકાના ભાવે ખરીદવાનું સરકારનું આયોજન છે.