ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમા લગ્ન કરાવવાના બહાને લોકો પાસેથી લાખોની છેતરપીંડી કરનાર ગેંગના માસ્ટર માઇન્ડને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો 

છેલ્લા 7 વર્ષથી નાસતા-ફરતા લીસ્ટેડ આરોપી અહેમદ કુરેશીને મહેસાણા ખાતેથી પકડી પાડવામાં આવ્યો 

ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમા લગ્ન કરાવવાના બહાને લોકો પાસેથી લાખોની છેતરપીંડી કરનાર ગેંગના માસ્ટર માઇન્ડને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો 

Mysamachar.in-જામનગર:

જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગેની ડ્રાઇવ ચાલુ હોય જે અનુસંધાન જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા,દરમ્યાન પોલીસ સ્ટાફના કાસમભાઇ બ્લોચ, ગજેન્દ્રસિંહ જાડેજા, ગોવીંદભાઇ ભરવાડ, સલીમભાઇ નોયડા,ભરતભાઇ ડાંગર નાઓને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનના કલમ-406, 420, 120 (બી) મુજબ ગુનાનો નાસતો ફરતો આરોપી હરેશભાઇ ઉર્ફે કુરેશી અહેમદભાઇ ઉર્ફે બાબભાઇ ઇમામભાઇ રહે.મા મસ્જીદવાસ મેલડી માતાના મંદીર પાસે નંદાસણ તા.કડી જિ. મહેસાણાવાળો હાલ મહેસાણા પાસે આવેલ લાખવડ ગામમાં રહે છે,

 જે આ આરોપીએ 2015 મા જામનગરના યુવકને પણ લગ્નની લાલચ આપી રૂ.1 લાખ 70  હજારની છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરેલ તેમજ આવી જ રીતે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમા લગ્ન કરાવવાના બહાને લોકો પાસેથી લાખોની છેતરપીંડી આચરેલ હોય અને આ ગેંગનો મુખ્ય માસ્ટર માઇન્ડ આરોપી હોય જે છેલ્લા 7 વર્ષથી જામનગરના ગુનામાં નાસતા-ફરતા લીસ્ટેડ આરોપી અહેમદ કુરેશીને બાતમી આધારે મહેસાણા ખાતે જઇ આરોપીની તપાસમા રહેલ અને મહેસાણા પાસેના લાખવડ ગામેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ જામનગર સીટી સી.ડીવી પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.