Mysamachar.in-જામનગર:
જામનગર એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહીલના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પીએસઆઈ આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના નવાગામ સીમ વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ.સંજયસિંહ વાળા તથા હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ તલાવડીયા, હીતેન્દ્રસિંહ જાડેજા અને ભગીરથસિંહ સરવૈયાને મળેલ ખાનગી હકિકત આધારે નવાગામથી પીપળી ગામ બાજુ જવાના માંર્ગમાં વચ્ચે આવતી નદી વોકળામાં નદી વચ્ચે ટ્રક નંબર GJ-12U-3460 માંથી કુલ 648 બોટલની કિ.રૂ.2,59,200 તથા ટ્રક કિ.રૂ.5,00000 મળી કુલ કિ.રૂ.7,59,200 નો મુદામાલ મળી આવતા મુદામાલ કબ્જે કરી જો કે ટ્રકચાલક આરોપી જે સ્થળ ઉપરથી હાજર મળી આવેલ નથી જેની શોધખોળ પોલીસે આદરી છે.