જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસીએશનએ ઉદ્યોગકારો સાથે છેતરપીંડી રોકવા બનાવી વેબસાઈટ, આવો છે ડેટા

સાંસદ પૂનમબેન માડમે કર્યું લોન્ચિંગ

જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસીએશનએ ઉદ્યોગકારો સાથે છેતરપીંડી રોકવા બનાવી વેબસાઈટ, આવો છે ડેટા

Mysamachar.in-જામનગર

જામનગરમાં સૌથી મોટો બ્રાસઉદ્યોગ આવેલ છે, આ ઉદ્યોગમાં હજારો ઉદ્યોગકારોની પેઢીઓ આવેલ છે, અને જેના કારણે લાખોની સંખ્યામાં મજુરોને રોજગાર પણ મળે છે, ત્યારે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસીએશન દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં ઉધોગકારો પાસેથી બહારગામની પાર્ટીઓ માલ ખરીદી નાણાં ન ચૂકવી થતી છેતરપીંડી રોકવા ખાસ વેબસાઇટ અને મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે. જેમાં માલ ખરીદી નાણાં ન ચૂકવનાર પાર્ટીઓની નામાવલી મૂકવામાં આવશે.જેથી અન્ય ઉદ્યોગકારો પણ એલર્ટ બને,

જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન દ્વારા ઉધોગકારોને પોતાની પ્રોડકટ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજાર મળી રહે તે માટે તેમજ ઉધોગકારો સાથે થતી છેતરપીંડી રોકવા સંસ્થા દ્વારા www.jamnagarfactoryassociation.com નામની વેબાસાઇટ તથા મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે. જેમાં બ્રાસ ઉધોગનો ઇતિહાસ, મેટલ ટેસ્ટીંગ લેબની વિગત, બ્રાસપાર્ટસના સ્પેરપાર્ટસની માહિતી, સરકારના પરિપત્રો, ઉધોગ અને સભ્યોની વિગત, દેશ-વિદેશમાંથી આવતી ઇન્કવાયરી સહિતની મહત્વની માહિતીનો સમાવેશ કરાયો છે.

વધુમાં સંસ્થાના સભ્યો પાસેથી બહારગામની પાર્ટીઓ માલ ખરીદી પેમેન્ટ નહીં આપી છેતરપીંડી કરતી હોય છે. જેને રોકવા આ પ્રકારની પાર્ટીઓની ઓળખ થાય તે માટે ડીસ્પ્યુટેડ પાર્ટીની નામાવલી મૂકવામાં આવશે. વેબસાઇટ પર એસો.ના તમામ સભ્યો તેમની વિગતોનું ફ્રી લીસ્ટીંગ કરાવી શકશે આ વેબ્સાઈટનું લોન્ચિંગ થોડાદિવસ પૂર્વે સાંસદ પૂનમબેન માડમને હસ્તે કરવામાં આવ્યું હતું, અને ઉદ્યોગકારો માટે આ નવો પ્રયોગ શરુ કરવામાં આવ્યાની માહિતી એસોસીએશન પ્રમુખ લાખાભાઈ કેશવાલાએ આપી હતી.