જામનગર આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના જન્મદિવસની કઈક આ રીતે કરી ઉજવણી

વોર્ડ નંબર 8 માં કર્યું આવું...

જામનગર આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના જન્મદિવસની કઈક આ રીતે કરી ઉજવણી

Mysamachar.in-જામનગર:

ગતરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ હોય જેની અનોખી ઉજવણી આમ આદમી પાર્ટી જામનગર દ્વારા કરવામાં આવી હતી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ગિફ્ટ પણ આપવામાં આવી છે, આમ આદમી પાર્ટી જામનગર દ્વારા શહેરના વોર્ડ નંબર 8માં  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જેમાં અનોખી ઉજવણીના ભાગરૂપે તેઓને સામાન્ય રીતે જે જન્મદિવસની ઉજવણીમાં બર્થ ડે બોયને ગિફ્ટ અપાતું હોય તે જ રીતે આમ આદમી પાર્ટી જામનગર શહેર દ્વારા...

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને વોર્ડ નંબર 7 ના સોહમ નગર વિસ્તારના મુખ્ય માર્ગો પર વરસાદના કારણે ધોવાઈ ગયેલ રસ્તા પર ગાબડા પડેલ હોય તે ગાબડામા જામ્યુકોની કોઈપણ સહાય વગર તેમાં કપચી વગેરે નાખી દરેક આમ આદમી પાર્ટી હોદ્દેદાર કાર્યકર્તાએ સ્વહસ્તે આ ગાબડા પૂરવાની કામગીરી કરી હતી અને ગુજરાત સરકાર અથવા તો જામ્યુકો દ્વારા જે કામગીરી કરવાની હોય જે સરકારી ખર્ચે કરવાની હોય અને બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટી સત્તા પર હોય ત્યારે જો આવી કામગીરી તંત્ર કરી શકતું નો હોય ત્યારે આમ આદમી પાર્ટી જામનગર દ્વારા મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આ ગાબડાઓ પૂરી આપ્યા હતા અને ઈમાનદારી પૂર્વક જનતાને આનો લાભ મળે તેવી વ્યવસ્થા કરી હોવાનો સંદેશ આપ્યો હતો.