જામનગર:રોજીપેટ્રોલ પંપ નજીક ૪૧ સેકન્ડમાં ચાર શખ્સો કઈ રીતે તૂટી પડ્યા...

CCTV જુઓ..

mysamachar.in-જામનગર 

જામનગરના રોજીપેટ્રોલપંપ નજીક ગતસાંજના એક હુમલાની સરાજાહેર બનેલી ઘટના એ સમગ્ર શહેરમા ભારે ચર્ચાનું વાતાવરણ ઉભું કર્યું છે,સરાજાહેર હુમલાનો જે બનાવ બન્યો છે તેમાં જાણવા મળતી વિગતો મુજબ અનિલ મેર નામના શખ્સ ને જૂની અદાવતમાં ચાર જેટલા શખ્સો ગતસાંજના સમયે અનિલ મેર જયારે રોજીપેટ્રોલપંપ નજીક અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે અચાનક એક બાદ એક એમ ચાર શખ્સો ૪૧ સેકન્ડમાં ત્યાં પહોચી જાય છે અને અનિલ મેર પર કુહાડી,ધોકા સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કરીને પલાયન થઇ જાય છે,

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે,અને તેના આધારે પોલીસે ચાર શખ્સો સામે જીવલેણ હુમલા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે,

સીસીટીવી જોવા ઉપરનો વિડીયો ક્લીક કરો.