Mysamachar.in-જામનગર
જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચ ટીમ શહેર તથા જામજોધપુર વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના રાકેશ ચૌહાણ,વનરાજમકવાણા તથા કિશોર પરમારને મળેલ ખાનગી હકિકત આધારે જામજોધપુર તાલુકાના સીદસરગામે રહેતા આશિષભાઇ ગોપાલભાઇ મકવાણાની વાડીમાં આવેલ ઓરડીમાં ચાલતા જુગારના અખાડામાં ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમતા 7 ઈસમોના કબ્જા માંથી રોકડ રૂ. 2,15,000/- તથા ગંજીપતા પાના તથા મોટર સાયકલ નંગ-1 કિ.રૂ. 25,000 તથા મોબાઇલ ફોન નંગ-6 કિ.રૂ. 25,500 મળી કુલ રૂ. 2,65,500 ના મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
-પકડાયેલ આરોપીઓઃ
આશીષ ગોપાલભાઇ મકવાણા રહે. સીદસરગામ મંદિરની બાજુમાં તા.જામજોધપુર
ચારૂલ રમેશભાઇ માણાવદરીયા રહે. સીદસરગામ, મંદીર રોડ, તા.જામજોધપુર
રમેશ બાબુભાઇ મકવાણા રહે. સીદસરગામ મંદિરની બાજુમાં તા.જામજોધપુર
પબા દેવાણંદભાઇ ચાવડા રહે. મોટાકાલાવડ તા.ભાણવડ
શૈલેષ મનુભાઇ માણાવદરીયા રહે. મોટીપાનેલી તા,ઉપલેટા
રણજીત હરદાસભાઇ પરમાર રહે. સતાપરગામ તા.જામજોધપુર
દેવાણંદ માલદેભાઇ નંદાણીયા રહે. મોટીગોપ તા.જામજોધપુર
આ કાર્યવાહી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહીલની સુચનાથી પીએસઆઈ આર બી ગોજીયા, તથા એલ સી.બી. સ્ટાફના માંડણભાઈ, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિન ગંધા, ભરત પટેલ, શરદ પરમાર, નાનજી પટેલ, દિલીપ તલવાડીયા, હીરેન વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપ ધાધલ, વનરાજ મકવાણા, ધાના મોરી, અશોક સોલંકી, યશપાલસિહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્યામ ડેરવાળીયા, અજયસિહ ઝાલા, ફીરોજ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ, નિર્મળસિંહ જાડેજા, રાકેશ ચૌહાણ, યોગરાજસિહ રાણા, કિશોર પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણ ભાટીયા, સુરેશ માલકીયા, ભારતીબેન ડાંગર,દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.