જામનગરના ટ્રાફિકપોલીસકર્મીનો કથિત વિડીયો વાઈરલ..

અહી ક્લીક કરો વિડીયો જુઓ 

mysamacahr.in-જામનગર:

જામનગર શહેર અને જિલ્લામાં જાણે પોલીસકર્મીઓ ના એક બાદ એક વિડીયો અને ઓડિયો ટેપ વાઈરલ થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે..થોડા દિવસો પૂર્વે જ શેઠવડાળા પોલીસ મથકના મહિલા પીએસઆઈ ચાંડેરા નો પૈસાની માંગ કરતી કથિત ઓડિયો ક્લીપ વાયરલ થયા બાદ એસપી સેજુળ દ્વારા તાત્કાલિક અસરથી મહિલા પીએસઆઈ ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા..

જે બાદ આજે સવારથી જામનગર ના સોશિયલ મીડિયામાં તળાવનીપાળ પર ત્રિપલ સવારીમાં જઈ રહેલ એક બાઈક ને રોકી અને ઓનડ્યુટી ટ્રાફિકપોલીસકર્મીએ રૂપિયા ૧૦૦ની માંગણી કર્યાનો કથિત વિડીયો વાઈરલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે..

જો કે સામે આવેલ વિડીયોમાં પોલીસકર્મી પૈસાની માંગણી કરતાં હોય તેવું ક્યાય સ્પષ્ટ નથી થતું પણ જે વ્યક્તિ ની બાઈક રોકવામાં આવી હતી તે અને ત્યાં ઉપસ્થિત અન્ય સ્થાનિક લોકો વિડીયોમાં આ પોલીસકર્મી એ કથિત રીતે રૂપિયા ૧૦૦ ની કટકી માંગી હોવાનો આક્ષેપ કરી રકજક કરી રહ્યાનો વિડીયો વાયરલ થયો છે..હવે આ મામલામાં સત્ય શું તે તપાસ બાદ જ સામે આવશે...