હોટેલ મેનેજમેન્ટ નું કામ કરતો જાહિદ આ રીતે ઘરે જાલીનોટ છાપતો હતો 

VIDEO પણ જુઓ

mysamachar.in-જામનગર 

જામનગર મા લાંબા સમય બાદ જાલીનોટ નું નેટવર્ક સામે આવતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે,જામનગર જીલ્લા પોલીસવડા શરદ સિંઘલ એ આજે પત્રકાર પરિષદ ને સંબોધી અને જાલીનોટ ના જામનગરમાં થી ઝડપાયેલ આ નેટવર્ક વિષે ની વિગતો જાહેર કરી હતી,

જામનગરના ત્રણબત્તી નજીક આવેલ “રાજપેલેસ”હોટેલમાં હોટેલ મેનેજમેન્ટ નું કામ કરતો અને જામનગરના પટેલ કોલોની નવ નંબર મા આવેલ વસવાટ કરતો જાહિદ ઉમરભાઈ શેખ નામનો શખ્સ પોતના જ રહેણાંક મકાને દેશના અર્થતંત્ર ને ખોખલું કરતુ જાલીનોટ નું નેટવર્ક ચલાવતો હોવાની માહિતી પરથી એલસીબીની ટીમ તેના ઘર પર ત્રાટકી ને રૂપિયા ૨૦૦૦ અને ૫૦૦ ના દરની જાલીનોટો નો જથ્થો તેના કબજામાથી જપ્ત કર્યો છે,

એલસીબીને રેઇડ દરમિયાન ૨૦૦૦ ના દરની ૩૨ નોટ જયારે ૫૦૦ ના દરની ૫ નોટો એમ કુલ ૬૬૫૦૦/- ની ૩૭ જાલીનોટો ઉપરાંત કલરપ્રિન્ટર,નોટો છાપવા માટેના કાગળો,એક મોબાઈલ,અસલ ચલણી નોટ એમ કુલ મુદામાલ ૮૭૦૦૦ નો એલસીબીએ કબજે કર્યો છે,

ઝડપાયેલ શખ્સ જાહિદએ છેલ્લા બે માસથી આ રીતે ભારતીય ચલણની જાલીનોટો છાપતો હોવાનું બહાર આવ્યું છે અને તેને તે નોટો વિવિધ સ્થળો જેવા કે અલગ અલગ ફૂટની રેકડીઓ,સુપરમાર્કેટ,શાકમાર્કેટ અને મેળામાં જાલીનોટો વટાવી હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરેલ છે,

ઝડપાયેલ આરોપી,જામનગર એસપી સિંઘલ એ આપેલ માહિતી સહિતનો ઘટનાક્રમ જોવા ઉપરનો વિડીયો ક્લીક કરો.