600 ફૂટ ઊંડા બોરમાં ફસાયેલ કિશોરીને બચાવવા 4 કલાક રેસ્ક્યુ ચાલ્યું 

આ જીલ્લામાં સામે આવી છે ઘટના 

600 ફૂટ ઊંડા બોરમાં ફસાયેલ કિશોરીને બચાવવા 4 કલાક રેસ્ક્યુ ચાલ્યું 

Mysamachar.in-સુરેન્દ્રનગર:

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રાના ગાજણવાવમાં આજે સવારે 7.30 વાગ્યે 600 ફૂટ ઊંડા બોરમાં આદિવાસી પરિવારની કિશોરી પડી હતી અને 60 ફૂટે ફસાઈ હતી. બોરમાં ફસાયેલી કિશોરીને બચાવવા માટે આર્મી, પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કિશોરીને બચાવવા માટે આર્મી દ્વારા દિલધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બોરમાંથી તેને 11.30 વાગ્યે હેમખેમ બહાર કાઢી હતી. તેને બચાવવા માટે 4 કલાક રેસ્ક્યૂ-ઓપરેશન ચાલ્યું હતું.

12 વર્ષની કિશોરી ખેતર પાસે આવેલા એક બોર નજીક રમી રહી હતી. રમતાં-રમતાં અચાનક તે 600 ફૂટ ઊંડા બોરમાં પડી ગઇ હતી. એની જાણ થતાં જ કિશોરીનાં પરિવારજનો અને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને તેને બચાવવા કવાયત હાથ ધરી હતી. મનીષા નામની આ કિશોરી બોરમાં 60થી 70 ફૂટે ફસાઇ હોવાનું જાણવા મળ્યું હતું.આ ઘટનાની જાણ થતાં આર્મી, પોલીસ, પ્રાંત અધિકારી અને મામલતદાર તથા આરોગ્ય ટીમ સહિતની ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેને બચાવવા માટે બોરની અંદર સતત ઓક્સિજન મોકલવામાં આવ્યો હતો. હતી.પરંતુ આર્મી સહિતની ટીમોની સંયુક્ત જહેમતથી આ કિશોરીને બચાવવામાં સફળતા મળી હતી.