Mysamachar.in-જામનગર:
જામનગર સંસદીય મતક્ષેત્રના સાંસદ પુનમબેન માડમ શિક્ષિત હોવા સાથે સક્રિય સાંસદ છે, પોતાના સંસદીય મત વિસ્તાર ઉપરાંત દેશ અને વિદેશને લગતા દરેક વિષયો પરનું તેમનું બારીકાઇથી નિરીક્ષણ કરવાની ઢબ અને પરિણામલક્ષી રજુઆતો પૂનમબેન માડમનું જમાપાસું રહ્યા છે.એવામાં વધુ એક વખત હાલારને સાંસદ પૂનમબેન માડમે ગૌરવ અપાવ્યું છે. સ્પેન ખાતે યોજાયેલ ઇન્ટર પાર્લામેન્ટ યુનિયનની 143 મી બેઠકમાં હાલારના સાસંદ પુનમ માડમે ભાગ લઇ વૈશ્વિક સ્તરની ખુબ મહત્વની માનવામાં આવતી ચર્ચાઓ કરી હતી. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ સાથે શુભેચ્છા મુલાકાત બાદ આંતરરાષ્ટ્રીય સાંસદ સભ્યોની ઉચ્ચસ્તરીય આંતરરાષ્ટ્રીય ફોરમની બેઠક મળી હતી.જેમાં જામનગરનું ગૌરવ વધારનાર સાંસદ પૂનમબેન માડમે ભાગ લઇ બાળ શોષણ સામે લડવા માટેના કાયદા પરના ડ્રાફ્ટ પર મહિલાઓના પરિપ્રેક્ષ્યમાં મંતવ્યો રજુ કર્યા હતા. જાતી આધારિત જવાબદારી ભર્યો કાયદો બનાવવા માટેની વ્યૂહરચના પર પેનલ ચર્ચા કરી હતી.
મહિલા સાંસદોની પરિચર્ચામાં ભાગ લઇ મહિલાઓ માટેના બાળ કાયદા અંગે પોતાનો મત રજુ કર્યો હતો. ભારતના વિકાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અસરકારક અને સકારાત્મક પગલાઓ અંગે વિશ્વને જ્ઞાત કરાવ્યું હતું.જયારે જામનગર સાંસદ પૂનમબેન માડમે પોતાને વૈશ્વિક સ્તર પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. અને પૂનમબેન માડમે રાષ્ટ્રના વિકાસમાં વડાપ્રધાન દ્વારા લેવાયેલ પગલાઓને પણ વૈશ્વિક સ્તરે રજૂ કર્યા હતા.જેનાથી સૌ કોઈ પ્રભાવિત થયા હતા.ઉપરાંત તેવોએ સ્પેનની મુલાકાત દરમિયાન રાજદૂત સંજય વર્મા અને શ્રી મતિ સંગીતા માતા વર્મા અને સ્પેન સ્થિત ભારતીયો સાથે મુલાકાત પણ કરી હતી.