ભારતની વેકસીનની વિશ્વમાં વિશ્વસનિયતા ખુબ વધારે છે, વેકસીન લેવાથી કોઇએ ડરવાની જરૂર નથી: સાંસદ પુનમબેન માડમ

ભારતની વેકસીનની વિશ્વમાં વિશ્વસનિયતા ખુબ વધારે છે, વેકસીન લેવાથી કોઇએ ડરવાની જરૂર નથી: સાંસદ પુનમબેન માડમ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

સાંસદ પુનમબેન માડમે ખંભાળીયાની જનરલ હોસ્પીધટલ ખાતેથી કોરોના રસીકરણ કાર્યક્રમનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, ભારતની વેકસીનની સમગ્ર વિશ્વમાં વિશ્વસનિયતા ખુબ વધારે છે. જેનો સકસેસ રેટ 97 ટકા જેટલો છે. આ વેકસીનની કોઇ આડઅસર થતી નથી જેથી વેકસીન લેવા બાબતે કોઇએ ગભરાવાની કે ડરવાની જરૂર નથી. ભગવાન દ્વારકાધિશના આશિર્વાદથી આપણા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખુબ ઓછું છે. તેમણે છેલ્લાન 8-10 માસથી રાત દિવસ જોયા વગર કોરોના મહામારીમાં સેવા બજાવી રહયા છે તેવા કોરોના વોરીયર્સને અભિનંદન પાઠવ્યાે હતા.

જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલા કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ અધિક્ષક ડોક્ટર હરીશ માટાણીએ લીધો હતો. મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો. રસીકરણના શુભારંભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવચનમાં સૌ સહભાગી થયા હતા. તેમજ રાજ્યની કોરોના સ્થિતિનો ચિતાર રજુ કરતી ટૂંકી ડોક્યુમેન્ટરીનું પણ આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ, જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ પી.એસ. જાડેજા, કલેકટર ડો. નરેન્દ્ર કુમાર મીના, જીલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઇ ગઢવી, નગરપાલિકા પ્રમુખ શ્વેતાબેન શુકલ, જિલ્લા આરોગ્ય અધિકારી પટેલ, તેમજ જિલ્લા ના આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારી વગેરે ઉપસ્થિાત રહયા હતા.