Mysamachar.in-જામનગર:
ભારતીય કોસ્ટગાર્ડની લેન્ડિંગ પાર્ટીએ 03 જુલાઇ 2020ના રોજ જખૌ બંદરની નજીકમાં આવેલા કડિયાળી બેટ દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન 24 પેકેટ ચરસ જપ્ત કર્યું હતું. આ ચરસની બજાર કિંમત અંદાજે રૂપિયા 36 લાખ છે. 20 મે 2020થી ICG દ્વારા અન્ય સરકારી એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે સંકલન સાધીને 1200 પેકેટથી વધુ ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.