શિયાળામાં ઈમ્યુંનીટી મજબુત કરવા આ શાકનો કરો ભોજનમાં સમાવેશ 

શું છે તેના ફાયદાઓ તે પણ જાણો 

શિયાળામાં ઈમ્યુંનીટી મજબુત કરવા આ શાકનો કરો ભોજનમાં સમાવેશ 
file image

Mysamachar.in-ડેસ્ક:

શિયાળાની ઋતુ એટલે સેહતની ઋતુ...આ ઋતુમાં લોકો સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી દાખવે છે, વહેલી સવારે ચાલવા જવું, આરોગ્યવર્ધક વસાણાનો ઉપયોગ, વગેરેના માધ્યમથી લોકો શીયાળામાં સેહત જાળવવાનો પ્રયાસ કરે છે, એવામાં નિષ્ણાતોના મતે બીમારીથી દૂર રહેવું હોય તો ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી અનિવાર્ય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આમ તો ઘણી એવી વસ્તુ છે જેને ડાયેટમાં સામેલ કરી શકાય છે. પણ ઓછા ખર્ચે અને સ્વાદ ધરાવતી કોઈ વસ્તુની વાત કરીએ તો સરસવનું શાક ઉત્તમ વિકલ્પ છે. સરસવનું શાક ઇમ્યુનિટીને વધારવા ઉપરાંત સ્વાસ્થ્યને અન્ય ફાયદા પણ કરાવે છે તેમ નિષ્ણાતો માને છે,

સરસવનું શાક મોટાભાગના લોકોને પસંદ હોય છે. ઉપરાંત, શિયાળાની ઋતુમાં આ શાક બહુ સરળતાથી, ઓછી કિંમતે મળી રહે છે. તેનું સેવન મકાઈની રોટલી, ઘઉંની રોટલી અથવા પસંદગી મુજબ અન્ય કોઈપણ રીતે કરી શકો છો. આ શાક રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે,મસ્ટર્ડ ગ્રીન્સ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં સારી ભૂમિકા ભજવે છે. સરસવના શાકમાં પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર, શુગર, વિટામિન A, C, D, B12, મેગ્નેશિયમ, આયર્ન અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

સરસવનું શાક ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે, જેના કારણે હૃદય પણ સ્વસ્થ રહે છે. જંક અને ફાસ્ટ ફૂડ ખાવાથી ઘણીવાર કોલેસ્ટ્રોલ વધે શરીરમાં આયર્નની ઉણપથી લોહીની ઉણપ એટલે કે એનિમિયા થાય છે. સરસવનું શાક ખાવાથી આયર્નની ઉણપ દૂર થાય છે. સગર્ભા સ્ત્રીઓએ તેમના આહારમાં સરસવના શાકનો સમાવેશ કરવો જોઈએ, કારણ કે મોટાભાગની ગર્ભવતી મહિલાઓના શરીરમાં આયર્નની ઉણપ જોવા મળે છે. સરસવનું શાકનો ડાયેટમાં સમાવેશ કરવાથી તમામ પ્રકારના રોગો થવાનું જોખમ પણ ઘટી જાય છે.