Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામે એક વૃદ્ધ લૂટનો શિકાર બન્યા છે, ઘરમાં ઘુસી છ શખ્સો તેની પાસેથી મોબાઈલની લુંટ કરી જતા પોલીસ દોડતી થઇ છે, પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ છ જેટલા અજાણ્યા ઇસમો રાત્રીના સમયે પીઠડ ગામે વસવાટ કરતા ફરિયાદી હેમરાજભાઈ મોહનભાઈ મેંદપરાના ઘરે એક લાકડી તથા એક મચ્છી મટન કાપવાનો કોયતો તથા પથ્થર લઈ આવી મેઇન દરવાજાને ધકો મારી સ્ટોપરનો નકુચો તોડી બારણું ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો જે બાદ ફરીયાદીને મોઢે ઓસીકા વડે ડુચો દઇ તેની પાસેથી એક મોબાઇલ ફોન જેની કિંત 5000 જેવી થાય છે તે લઇ અને ઘરના રસોડાની બારીનો કાચ તોડી નુકશાન નાશી છૂટ્યા હોય પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈને આ શખ્સોને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.