ત્રિપલ અકસ્માત, ટ્રક અને ટ્રેલર વચ્ચે ઇકો કાર ફસાઈ ગઈ

સ્થિતિ એવી બની કે ઇકો કારના પતરા ચીરવા પડ્યા 

ત્રિપલ અકસ્માત, ટ્રક અને ટ્રેલર વચ્ચે ઇકો કાર ફસાઈ ગઈ

Mysamachar.in-બનાસકાઠા:

બનાસકાઠા અમીરગઢ નેશનલ હાઈવે ભડથ પાટિયા નજીક ટ્રક, ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રક અને ટ્રેલર વચ્ચે ઇકો કાર એવો તો દબાઈ ગઈ હતી કે પતરાં ચીરીને મૃતદેહને બહાર કઢાયો હતો.