પતિના હાથમાં આવી ગયું પત્ની અને પ્રેમીનું વાતચીતનું રેકોર્ડીંગ અને બીજી તરફ પતિ પણ અન્ય સ્ત્રીના પ્રેમમાં..

2 કલાક સુધી ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું

પતિના હાથમાં આવી ગયું પત્ની અને પ્રેમીનું વાતચીતનું રેકોર્ડીંગ અને બીજી તરફ પતિ પણ અન્ય સ્ત્રીના પ્રેમમાં..
symbolic image

Mysamachar.in-આણંદ

લગ્નેતર સબંધો જો પતિને હોય કે પછી પત્નીને પણ જયારે તે ખુલ્લું પડે ત્યારે સબંધોમાં તિરાડો પડી જતી હોય છે, એવામાં આણંદમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક દંપતિનું દાંપત્યજીવન સુખમય રીતે પસાર થઇ રહ્યું હતું, પરંતુ વાતનું વતેસર ત્યારે થયું જયારે પતિના હાથમાં પત્ની અને તેના પ્રેમીના વાતચીતનું રેકોર્ડિંગ આવી જતાં દાંપત્યજીવન તૂટવાના આરે પહોંચી ગયું હતું. પત્નીના આડાસંબંધો અંગે જાણીને પતિ ગુસ્સે ભરાયો હતો અને પત્નીને કાઢી મુકવાની વાત કરી હતી.

બીજી તરફ પત્નીએ પોતાની ભૂલ સ્વીકારી પતિને તેના અન્ય સ્ત્રી સાથેના પ્રેમ સંબંધો છોડવા જણાવતા પતિ વધુ ગુસ્સે ભરાયો અને જો પત્ની સાથે રહેશે તો આત્મહત્યા કરી લઇશ તેવી વાતો કરવા લાગ્યો હતો. આ તમામ ઘટનાક્રમ 181ની ટીમ દંપતિને મળવા પહોંચી હતી. અને સમજાવટનો પ્રયાસ કર્યો હતો. જેમાં પત્નીને પતિ જરા પણ સારી રીતે રાખતો ન હોવાનું સામે આવ્યું હતું, તથા નાની-નાની વાતો પર મારઝૂડ કરતો, ધમકાવતો અને ઝઘડો કરતો હતો. પતિથી નાખુશ પત્નીએ બોયફ્રેન્ડ બનાવ્યો અને તેની સાથે સુખ દુઃખની વાતો કરી પોતાની જાતને ખુશ રાખતી હોવાનું પણ સામે આવ્યું છે,

બીજી તરફ પત્નીને બોયફ્રેન્ડ સાથે વાતો કરતા પકડી લેનાર પતિ પણ કાઈ ઓછો નહોતો તે પોતે પણ અન્ય સ્ત્રીના પ્રેમમાં હોઇ તેની સાથે સતત ફોન અને ઓનલાઇન ચેટિંગમાં વ્યસ્ત રહેતો હતો. પોતાની પ્રેમિકા સાથે પ્રેમમાં મસ્ત પતિને જ્યારે પત્ની કંઇ કહેતી તો તે દુર્વ્યવહાર કરતો હતો. પત્નીનું રેકોર્ડિંગ પોતાના હાથમાં આવી જતા પતિ તેની સાથે વધુ ખરાબ વર્તન કરવા લાગ્યો હતો અને ઘરમાંથી કાઢી મુકવાની વાતો કરવા લાગ્યો હતો. પત્નીએ પોતાની ભૂલ સ્વીકારી અને પતિને સ્ત્રીમિત્ર સાથેના સંબંધો છોડવા જણાવતા પતિએ આ સંબંધો તો ચાલુ જ રહેશે તેવી વાત કરી હતી અને ઘરેથી કાઢી મુકીશ તેમ કહ્યું હતું.

181ના કાઉન્સેલર દ્વારા બંને સુખી લગ્ન જીવન માટે અને સંતાનોના હિતમાં એક બીજા સાથે પ્રત્યે વફાદાર રહી જીવનનો આનંદ માણવા સમજાવટ કરવામાં આવી હતી. 2 કલાક ઉપરાંત ચાલેલી આ કવાયતને કારણે પતિ પત્નીને પોતાની ભૂલો સમજાઈ અને એક બીજાને વફાદાર રહી પ્રેમપૂર્વક રહેવા તૈયાર થયા હતા. સમાધાનના અંતે પતિ પત્ની વચ્ચેના અણગમો અને વિવાદ પૂર્ણ થયા હતા.