ડાયવર્ઝનમાં છકડો રીક્ષા ખૂંચી જતા જોવા જેવી થઇ 

ખંભાળિયાની છે ઘટના 

ડાયવર્ઝનમાં છકડો રીક્ષા ખૂંચી જતા જોવા જેવી થઇ 

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા;

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયામાં ગતરોજ ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્રની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના બનતા સહેજમાં રહી ગઈ, જૂના સલાયા નાકાથી સુખનાથ મહાદેવ વારો પુલનું ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું, પરંતુ ગઈકાલે વરસાદમાં જે પુલ નીચે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું તે પાણીમાં ધોવાઈ જતા જોવા જેવી થઇ હતી અને ત્યાંથી પસાર થઇ રહેલ એક છકડો રિક્ષા અહી ખૂચી જતા જોવા જેવી થઇ હતી મળતી માહિતી મુજબ જે છકડારીક્ષા અહી ખૂંચી ગયો તેમાં 3 લોકો સવાર હતા તે પાણીમાં પડ્યા હતા જો કે સ્થાનિક લોકોએ મદદ કરીને ફસાયેલ છકડો તેમજ લોકોને સહીસલામત બહાર કાઢ્યા હતા.