Mysamachar.in-જામનગર:
ક્યારેક એવા અકસ્માતો બને છે જે વિચારતા કરી દે છે, આજે આવી જ એક ઘટના જામનગરમાં સામે આવી…જ્યાં શહેરના રણજીતસાગર રોડ પર એક બોલેરો પોતાની ગતિમાં જઈ રહ્યો હતો ત્યારે એક દૂધવાળો બાઈકચાલક આડે ઉતર્યા બાદ તેને બચાવવા જતા આ બોલેરો કેનાલમાં ખાબકી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, આ ઘટના બનતા આસપાસથી પસાર થતા અનેક સ્થાનિકોના ટોળા એકઠા થયા હતા.જો કે ઘટનામાં બોલેરો ચાલકને સામાન્ય ઈજાઓ પહોચી છે.