ધ્રોલ યાર્ડમાં ચેરમેન પદે રસીક ભંડેરી અને વાઇસ ચેરમેન પદે દિલીપસિંહ જાડેજાની વરણી

તમામ બેઠકો પર વિજય થયો હતો

ધ્રોલ યાર્ડમાં ચેરમેન પદે રસીક ભંડેરી અને વાઇસ ચેરમેન પદે દિલીપસિંહ જાડેજાની વરણી

mysamachar.in-ધ્રોલ:

પૂર્વ કેબીનેટ મંત્રી અને ખેડૂત આગેવાન રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ ધ્રોલ માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં ખેડૂત વિભાગ,વેપારી વિભાગ અને સહકારી ખરીદ વેચાણ સંઘની બેઠકો પર રસીક ભંડેરી જૂથની પેનલનો તાજેતરમાં જ  ઝળહળતો વિજય થયો હતો,

આજે ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં સતત ત્રીજી વખત ચેરમેન તરીકે રસીક ભંડેરીની અને વાઇસ ચેરમેન પદે બીજી વખત દિલીપસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી,આ સમયે પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પૂર્વ જીલ્લા પંચાયતના સદસ્ય લખધીરસિંહ જાડેજા તેમજ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો વેપારીઓ જોડાયા હતા.