હાલારમાં બે દુષ્કર્મ ની ઘટના થી હાહાકાર..

બે શખ્સો સામે ફરિયાદ

હાલારમાં બે દુષ્કર્મ ની ઘટના થી હાહાકાર..

mysamachar.in-જામનગર:દેવભૂમિદ્વારકા

જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામની સગીરા પર જયારે ખંભાળિયા ના જૂનીફોટ ગામે યુવતી પર દુષ્કર્મ થયાનું સામે આવ્યું છે,હાલારમાં એકીસાથે બે બે દુષ્કર્મ ના કિસ્સાઓ સામે આવતા ચકચાર મચી જવા પામી છે,

પ્રથમ કિસ્સામાં જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે રહેતી એક સગીરાને કમલેશ ઉર્ફે લાલો અમૃતપરી ગોસાઈ નામના શખ્સ એ બળજબરીથી વાડીમાં ઢસડી જઈ મો પર ડૂચો આપી દઈ અને અને સગીરા પર દુષ્કર્મ આચર્યાનું સામે આવતા જોડિયા પોલીસ મથકમાં ફરિયાદી સગીરા એ ફરિયાદ નોંધાવતા જોડિયા પોલીસે તપાસ હાથ ધરી છે,

જયારે બીજા કિસ્સામા દેવભૂમિદ્વારકા જીલ્લાના જૂનીફોટ ગામે રહેતી ૨૩ વર્ષીય યુવતી પર ગામના જ વજશી આલા પીંડારિયા નામના શખ્સ એ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે,

જેમાં આરોપી વજશીએ ફરિયાદી યુવતીને હું તારા વિના રહી શકીશ નહિ અને તારા માટે મેં મારી ઘરવાળી ને પણ છોડી દીધી છે તુ મારી સાથે ચાલ તેમ કહી ફરિયાદી યુવતીને સાથે લઇ જવા મજબુર કરી ગાંધીધામ ખાતે લઇ જઈ હોટેલમા તેમજ ભાડાના રૂમ જેવા સ્થળોએ છરીની અણીએ ધાકધમકીઓ આપી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમા નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે,

આમ હાલારમાં એકીસાથે બે બે દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે.