દ્વારકામાં તસ્કરોએ ભારે કરી, માત્ર તમાકુ જ ચોરી ગયા પણ કેટલું વાંચો 

દુકાનનો પાછળનો દરવાજો તોડી આપ્યો અંજામ 

દ્વારકામાં તસ્કરોએ ભારે કરી, માત્ર તમાકુ જ ચોરી ગયા પણ કેટલું વાંચો 
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ક્યારેક તસ્કરો એવી ચીજવસ્તુઓની ચોરી કરે કે વિચારતા કરી દે..આવી જ એક ઘટના પોલીસ ફરિયાદના માધ્યમથી સામે આવી છે, જેમાં ભથાણ ચોક જાનકી હોટલની બાજુમા હાર્દીકભાઇ શંશીકાતભાઇ હીડોચા  પાનની દુકાન તે એચ.એચ પાન સેન્ટર નામની જથ્થાબંધ માલસમાનની દુકાન આવેલ હોય જે દુકાનનો પાછળનો દરવાજો તોડી બે ચોર ઇસમો દુકાન અંદર પ્રવેશી દુકાનમાથી બાગબાન તમાકુના નાના ડબ્બા એક કાર્ટુન જેમા કુલ 180 ડબ્બા જેની કી.રૂ45000 તથા રજીનીગંધાની પડીકીના બે બોકસ જે કુલ બોકસમા 108 પડીકી જેની કી.રૂ.540 મળી કુલ કી રૂ મુદામાલ કી.રૂ.45540 નો મુદામાલની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાઈ છે.