જામનગરમા કોંગ્રેસને હાર માટે ઊંડા મનોમંથનની જરૂર..
આંતરિક જુથવાદ પણ જવાબદાર.?

Mysamachar.in-જામનગર:
જે રીતે દેશ સહીત રાજ્ય અને જામનગરમા કોંગ્રેસના સુપડા ગઈકાલે મતગણતરી બાદ સાફ થઇ ચુક્યા છે,ત્યારે જામનગરમા પણ કોંગ્રેસની પીપુડી વાગી નથી,અને લોકસભા તો લોકસભા જામનગર ગ્રામ્ય ની પેટા ચુંટણીમા પણ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે,ક્યાંક ને કયાંક જીલ્લામા કોંગ્રેસનો ઘટી રહેલો જનાધાર કોંગ્રેસમા રહેલો આંતરિક જુથવાદ સ્પષ્ટ કરે છે...એના તેના જ પરિણામ સ્વરૂપ બંનેમાંથી એક પણ બેઠક પર જીત મેળવવામા કોંગ્રેસ નિષ્ફળ રહી છે,જે સ્થાનિક નેતાગીરી ની નબળાઈ પણ સ્પષ્ટ કરે છે.
જેમ જીલ્લો આખો જાણે છે તેમ જામનગર કોંગ્રેસમા કેટલાય તડાઓ છે,અને તેનો લાભ જ સામે ની પાર્ટીને સીધી રીતે મળી જાય છે ,વધુમાં માઈક્રોપ્લાનીંગમા કયાંક ને કયાંક ખામી ને કારણે જેટલા મતદારો સુધી જે મુદ્દાઓને લઈને કોંગ્રેસે પહોચવાની જરૂર હતી ત્યાં પણ તે ના પહોચી શકી અથવા તો કોંગ્રેસ્ પક્ષથી મતદારોનું મો ફેરવવું અને બને બેઠકો પર કારમાં પરાજયનો સામનો જામનગર કોંગ્રેસ માટે ઊંડું મનોમંથન માંગી લેતો છે.