આરોગ્યતંત્રના દાવાની નીકળી ગઈ હવા,ડેન્ગ્યુ પોજીટીવ બે દર્દીઓના મોત 

બંને દર્દીઓ ગુરુવારે થયા હતા દાખલ

આરોગ્યતંત્રના દાવાની નીકળી ગઈ હવા,ડેન્ગ્યુ પોજીટીવ બે દર્દીઓના મોત 

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જિલ્લાનું આરોગ્યતંત્ર ભલે ગમે તેટલા દાવાઓ કરે અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા પ્રેસનોટ અને ફોટાઓ અખબારોમાં પ્રસિદ્ધ કરાવે પણ આ તમામ દાવાઓની હવા આજે નીકળી ગઈ હોય તેમ લાગે છે, ગત ગુરુવારે જામનગર જી.જી.હોસ્પિટલમા દાખલ થયેલા ડેન્ગ્યું પોજીટીવના બે દર્દીઓના આજે સારવાર દરમિયાન મોત નીપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે, જે દર્દીઓના મોત થયા છે તેમાં એક દર્દી ચેલા ગામનો ૧૯ વર્ષીય યુવક જયારે બીજા દર્દી ૪૫ વર્ષીય  કલ્યાણપુરના રહીશ છે, આમ જામનગર શહેર અને જિલ્લામાં રોગચાળો સતત વધી રહ્યો હોવાની નિશાની ડેન્ગ્યું પોજીટીવ ના દર્દીઓના મોત આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, આ તો દર્દીઓના મોત આજે થયા તે સિવાય અનેક દર્દીઓ ડેન્ગ્યું પોજીટીવની સારવાર સરકારી અને ખાનગી હોસ્પિટલોમા લઇ રહ્યા છે, ત્યારે સફાઈનો અભાવ, દવાના છટકાવ અને સમજણ ના અભાવે રોગચાળો ઘટવાને બદલે સતત વધી રહ્યો છે, છતાં આરોગ્યતંત્ર સબસલામતના દાવા ફૂંકે છે તે કેટલા વાજબી..?