Mysamachar.in:જામનગર
જામનગર નજીકના ઠેબા ગામમાં અલગ-અલગ 7 દુકાનો સહીત આંગણવાડીમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામા છેલ્લા 9 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા ઘરફોડ કરતી મુળ મધ્યપ્રદેશની ગેંગના સાગરીતને રાજકોટ જીલ્લાના હડાળા ખાતેથી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે, ફર્લો સ્કવોડના સ્ટાફ નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા દરમ્યાન સ્ટાફના કાસમભાઇ બ્લોચ,ગજેન્દ્રસિંહ જાડેજા તથા ભરતભાઇ ડાંગરને બાતમી મળેલ કે જામનગર જીલ્લાના પંચ એ ડીવી. પોલીસ મથકમાં વર્ષ 2012માં એકીસાથે 7 દુકાનોના તાળા ઠેબા ગામે તૂટ્યા હતા, જેમાં સહિતના ગુનાના કામે નાસતો ફરતો આરોપી હતરીયા મગરસીંગ મસાણીયા જે મૂળ રહે. જાઇ ગામ તા.કુંકશી જી.ધારા મધ્યપ્રદેશવાળો હાલ રાજકોટ જીલ્લાના હડાળા ખાતે હોવાની બાતમી હકીકત આધારે હકિકત વાળા શખ્સને ઝડપી પાડી આગળની કાર્યવાહી કરવા માટે પંચ એ ડીવી પોલીસ સ્ટેશન સોપી આપેલ છે.