હાલારમા મંદીનો માર ધંધામા ઓસરાટ

જાણો મુળ ચિંતાજનક કારણો

હાલારમા મંદીનો માર ધંધામા ઓસરાટ

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

જામનગર સહિત સમગ્ર હાલાર જ નહિ દેશભરમા મંદીનો ભરડો છે, જેના કારણે ગત શ્રાવણથી તે અસરો જોવા મળી હતી., અને મુખ્ય મુખ્ય સેક્ટરમા ચાલીસ ટકા જેટલી જ ઘરાકી છે આ મંદીના કારણો ચિંતાજનક છે, દશેરાના પાવન તહેવાર તેમજ નવરાત્રિમાં વાહનનોની ખરીદી કરવાનું શુભ મનાતું હોવાથી લોકો આ પાવન દિવસોમાં વાહન ખરીદીનો વધારે આગ્રહ રાખતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઓટોમોબાઇલ્સ પ્રોડક્ટમાં મંદીની બુમરાણ છે. માર્કેટમાં મંદિના માહોલ વચ્ચે પણ હાલાર વાસીઓએ ઉત્સાહથી વાહનોની ખરીદી કરી છે. જો કે, વાહન ડિલરોના જણાવ્યા મુજબ વેચાણમાં અગાઉના વર્ષોની સરખામણીએ 40 ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે, એવુ જ ઇલેક્રટ્રીકલ, રીયલ એસ્ટેટ, ટેક્સટાઇલ, ફર્નિચર, રંગરોગાન, રિપેરીંગ, પ્રવાસન વગેરે સેક્ટરમા મંદી ભરડો લઇ ગઇ છે, અને માટે તેનાથી ડાયરેક્ટ અને ઇન ડાયરેક્ટ માઠી અસર થઇ છે,

-જામનગરના બ્રાસ અને બાંધણી જેવા ફેમસ ઉદ્યોગ મંદીમા છે,
વસ્તીના દસ ટકા સરકારી અર્ધ સરકારી બોર્ડ નિગમ મોટા ઉદ્યોગોમા નોકરીમા સ્થિર હોય રેગ્યુલર પગાર મળે,ખાનગી ક્ષેત્રો તેના ધંધા ઉપર નિર્ભર હોય માટે આવક ન હોય વધુ રોજગારીએ કોઇને ન રાખે ખર્ચમા કાપ કરે સ્ટાફ ઘટાડે પગાર મોડા કરે ત્યારે લોકો બે ટંક જમવાનુ વિચારે કે બીજા ખર્ચ કરે? એકંદર ઉત્પાદન, માંગ, નાણા રોટેશન આ સતત રહેવુ જોઇેએ હવે થયુ એવુ કે નોટ બંધી બાદ નાણા ખુલ્લા પડી ગયા બે નંબરનો વપરાશ જ બંધ છે,નહી તો આખો મીચી ખર્ચ ખરીદી થતા, વેપારમા જીએસટી નડી ગયુ બેરોકટોક માલ આવતો તો બેરોકટોક વેચાતો ને રોટેશન હતુ તે બધુ બંધ થયુ આવા અનેક કારણોથી લોકોને કામ ધંધા મળતા ઓછા થયા અને રોજગારી ઘટી એટલે ખરીદ શક્તિ ઘટી એટલે વેચાણ ને ઉત્પાદન ઘટ્યા એટલે ફરી રોજગારી ઘટી છે, હજુય આ સ્થિતિ વકરશે તેમ અર્થશાસ્રીઓ કહે છે,

-બાકી હતુ તો ખેતીમા દાટ વળ્યો
ઉપરથી આ વખતે ચોમાસાએ દાટ વાળ્યો પાક અડધો અડ ધ ફેલ ગ્યો,.ગયા વખતે વરસાદ ન હતો એટલે પાક ફેલ ગ્યો તો આપણુ અર્થતંત્ર ખેતી પર ઘણુ નિર્ભર છે, એ નાણા પણ શહેરો ગામોમા ફરે તો પણ ધંધા ઉદ્યોગ રોજગારી વધે પરંતુ તેમા પણ દાટ વળ્યો છે.