જામનગર દાહોદ એસટી બસ જુઓ તો ક્યાં છેક ચઢી ગઈ...!

જો કે સદનસીબે...

જામનગર દાહોદ એસટી બસ જુઓ તો ક્યાં છેક ચઢી ગઈ...!

Mysamachar.in-દાહોદ

જામનગર-દાહોદ એસટીબસ લીમખેડાથી પસાર થઇ રહી હતી. ત્યારે વરસાદના કારણે બસના ચાલક સામેથી આવતા વાહનના હેડલાઇટથી અંજાઇ જતાં સ્ટિયરીંગ ઉપરનો કાબૂ ગુમાવી દેતાં બસ નદીના પુલની સંરક્ષણ દિવાલ સાથે અથડાઇ હતી અને બસ નદીમાં ખાબકતાં બચી ગઇ હતી. વરસાદી માહોલમાં સામેથી આવતા વાહનના હેડલાઈટથી અંજાઈ જતા બસના ચાલક પ્રવિણભાઈએ સ્ટિયરીંગ ઉપરનો કાબૂ ગુમાવી બસ લીમખેડા હડફ નદીના પુલની સંરક્ષણ દિવાલ સાથે ટકરાવી પાળી ઉપર ચડાવી દીધી હતી. અકસ્માત થતાં બસમાં બેઠેલા તેર જેટલાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સદભાગ્યે બસ નદીમાં ખાબકતાં બચી ગઈ હોવાથી બધાનો આબાદ બચાવ થયો હતો.