જો તમારી પાસે છે આ ફોન હોય તો 1 નવેમ્બરથી તેમાં નહિ ચાલે વોટ્સએપ

શું તમારી પાસે તો આ ફોન નથી ને જોઈ લો જરા...

જો તમારી પાસે છે આ ફોન હોય તો 1 નવેમ્બરથી તેમાં નહિ ચાલે વોટ્સએપ
file image

Mysamachar.in-ડેસ્ક:

તારીખ 1 નવેમ્બરથી અમુક સ્માર્ટફોનમાં વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે. જો વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે, જેથી યૂઝર મેસેજ, ફોટો કે વીડિયો મોકલી શકશે નહી,તો ક્યાંક તમારો ફોન તો આ યાદીમાં નથી આવી રહ્યો ને? કંપનીએ જાહેરાત કરી છે કે એન્ડ્રોઇડ અને iOSના જૂના વર્ઝન ધરાવતા સ્માર્ટફોનમાં વોટ્સએપ તારીખ 1 નવેમ્બરથી નહીં ચાલે. જૂની ઓપરેટિંગ સિસ્ટમ મતલબ એન્ડ્રોઇડ 4.1થી નીચે અને iOS 10થી નીચેના વર્ઝન પર ચાલતા સ્માર્ટફોન પ્રભાવિત થશે. તેનાથી ઉપરના તમામ વર્ઝન પર વોટ્સએપ ચાલુ રહેશે.

WhatsApp યૂઝર્સે WhatsApp FAQમાં જઈને આ ઑપરેટિંગ સિસ્ટમની આખી યાદી પણ જોઈ શકે છે, જે 1 નવેમ્બર 2021થી વોટ્સએપમાં નહીં ચાલે. આ ઓપરેટિંગ સિસ્ટમમાં એન્ડ્રોઇડ 4.0.3 આઇસ ક્રિમ સેન્ડવિચ, આઈઓએસ 9 અને કાઈઓએસ 2.5 સામેલ છે. સેંગસંગ, એલજી, જેડટીઈ, હુવાઈ, સોની, અલ્કાટેલ સહિત અમુક કંપનીઓના ડિવાઇસ આ યાદીમાં સામેલ છે. અમુક સ્માર્ટફોનની યાદી અહીં રજૂ કરી રહ્યા છીએ.રેફરન્સ માટે એવું કહી શકાય કે વોટ્સએપ કદાચ એવા ડિવાઇસ પર કામ નહીં કરે જેનું નિર્માણ 2011ના વર્ષ પહેલા થયું હોય. આથી આ ટાઇમ લાઇન કરતા જો જૂના મોબાઇલ ફોન જો કોઈ યૂઝર પાસે હોય તે તેણે પોતાનો મોબાઇલ ફોન અપગ્રેડ કરવો જોઈએ. ઉપર નોંધાયેલા તમામ ડિવાઇસને 1 નવેમ્બર, 2021 વોટ્સએપ તરફથી સપોર્ટ નહીં કરવામાં આવે. જોકે, આનો મતલબ એવો નથી કે આ ડિવાઇસ પર વોટ્સએપ એ જ દિવસથી કામ કરવાનું બંધ થઈ જશે.

iPhone 6S
iPhone 6S Plus
Apple iPhone SE

Samsung Galaxy Trend Lite
Galaxy SII
Galaxy Trend II
Galaxy S3 mini
Galaxy Core
Galaxy Xcover 2
Galaxy Ace 2

LG Lucid 2
Optimus L5 Dual
Optimus L4 II Dual
Optimus F3Q
Optimus F7
Optimus F5
Optimus L3 II Dual
Optimus F5
Optimus L5
Optimus L5 II
Optimus L3 II
Optimus L7
Optimus L7 II Dual
Optimus L7 II
Optimus F6

Enact
Optimus F3
Optimus L4 II
Optimus L2 II
Optimus Nitro HD and 4X HD


ZTE Grand S Flex
Grand X Quad V987
ZTE V956
Grand Memo

Huawei Ascend G740
Ascend D Quad XL
Ascend Mate
Ascend P1 S
Ascend D2
Ascend D1 Quad XL