Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના ભુગોળથી અમુકની શૈતાની ખોપરીઓથી અનેક ધરબાયેલા પ્રકરણોથી અજાણ એવા નવા આવેલા પીજીવીસીએલના અધિક્ષક ઉપરથી આવેલી સુચનાઓના પગલે ઉદ્યોગનગર સબડીવીઝનના જુના કારનામાઓની તપાસ તો શરૂ કરાવી છે, પરંતુ તપાસ રિપોર્ટ સાથે સંપુર્ણ રોજકામ કરાવી નિવેદનો નોંધીને એકંદરે જો સઘન તપાસ કરાવશે તો તેમને તો જશ મળશે જ સાથે- સાથે જે લગત અધિકારીના ખાસ્સો સમય સુધીના આ ખેલ લોકોમાં સાવ ઉઘાડા પડે તો અગાઉથી ચાલી આવતી “છાયા ગ્રહણ” ની સ્થિતિ હવે ” સંપુર્ણ ગ્રહણ” ની પરિસ્થિતિમાં પરિવર્તિત થઇ શકે….. આ એ અધીકારી છે કે ” જિંદગી ભર નહી ભુલેંગી……..” ગીતની જેમ એક થર્ટી ફર્સ્ટની નાઇટ વિવાદિત અધિકારી હજુ નહી ભુલ્યા હોય.
પરંતુ ક્યે છે ને પાસા જ્યા સુધી સીધા પડે ત્યા સુધી પડે બાદમાં ક્યારેક સમય સાથે વાંકુ પડે તો દર વખતે કંઇ પાલી ન ચાલે તે સિદ્વાંત મુજબ આ સંડોવાયેલા ભાઇએ અત્યાર સુધી ઉપરીઓની મહેરબાનીઓથી યુનિયનના સપોર્ટથી બધુ ચલાવ્યા રાખ્યુ અને લાખો કમાણા લાખો લુંટાવ્યા પણ ખરા તેવી તો અનેક બાબતો જગજાહેર હતી છતા અત્યાર સુધી સલામત રહેલા આ કૌભાંડી અધિકારી ઉપર હવે ખરેખરી ભીંસ તો જ આવે જો રેકર્ડ તપાસાય સ્થળ નિરીક્ષણ થાય લાભાર્થી ગ્રાહકોના નિવેદન લેવાય “ભાગીદાર” સ્ટાફની પુછપરછ અને જરૂર પડ્યે ઉલટ તપાસ થાય વગેરે અનેક બાબતો છે જે આવરીને સઘન તપાસ કરાય તો જ સમગ્ર સ્ફોટક કારનામા બહાર આવે તેમ છે જો કે હાલના અધીક્ષક પોતાની ઇમેજ જમાવવા પણ પારદર્શી તપાસ કરાવે અને કરે તેવુ બની શકે છે.