Mysamachar.in-જામનગર
સિક્કા નગરપાલિકાની ઓફિસમાં બઘડાટી બોલ્યાની એક ઘટના સિક્કા પોલીસ દફતરે નોંધાઈ છે, વાત કઈક એવી છે કે સિક્કાનગરપાલીકા હસ્તકનું હાઉસીંગ બોર્ડ પાછળ સ્મશાન પાસે રોડનુ કામ ચાલે છે, જે કામમાં હાઉસીંગ બોર્ડમાં રહેતા હેમતસિંહ અમરસંગ જેઠવાએ અવાર-નવાર નગરપાલિકાના ઈજનેર મકવાણા અને કોન્ટ્રાક્ટર વીજયભાઇ પાસે રેતી-સીમેન્ટ ની માંગણી કરતા હોય જેથી ઈજનેર અને કોન્ટ્રાકટરે હેમતસિંહ જેઠવાને રેતી-સીમેન્ટ આપવાની ના કેહતા ઉશ્કેરાયલા શખ્સે સીક્કા નગરપાલીકા ઓફીસે પહોચી જઇને ફરિયાદ કરનાર ઈજનેર મોહિત મકવાણા તથા સાહેદ માતંગ એન્જીનીયરીંગના કોન્ટ્રક્ટર પાસે રેતી તથા સીમેન્ટ બળજબરીથી કઢાવી લેવાના ઇરાદાથી ફરીને ગાળો આપી ગેરવર્તન કરવા ઉપરાંત પેવર બ્લોકના ટુકડા વડે નગરપાલિકાના ઈજનેરને મારવાની કોષીશ કરી છરી કાઢીને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજનેરે આ મામલે સિક્કા પોલીસ મથકમાં ફરજમાં રૂકાવટ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાવતા પી.એસ.આઈ.કૌશિક સિસોદિયાએ વધુ તપાસ હાથ ધરી છે.