હું જાનકી બોલું છું, મારે તમને મળવું છે,અને ખેડૂત એવો ફસાયો કે...

અઢી લાખ પણ માંગ્યા જો કે ખેડૂતે

હું જાનકી બોલું છું, મારે તમને મળવું છે,અને ખેડૂત એવો ફસાયો કે...
symbolic image

Mysamachar.in-રાજકોટ

તમને કોઈ યુવતીનો ફોન આવે અને કહે કે હું તમને ઓળખું છું અને મીઠી મીઠી વાતો ફોનમાં કરે તો ભોળવાઈ ના જશો..નહિતર તમારે મુસીબતનો પાર નહિ રહે....યુવતીઓ સહિતના લોકોની ગેંગ રાજ્યના કેટલાય જિલ્લાઓમાં સક્રિય છે જેમાં તે પહેલા યુવકોને પોતાની જાળમાં ફસાવે છે અને બાદમાં તેને ખંખેરવાના કારસા કરવામાં આવે છે, રાજકોટમાં આવા જ એક હનીટ્રેપના કિસ્સાનો પર્દાફાશ થયો છે. આ કિસ્સામાં ટંકારાના નેકગામના ખેડૂતને હેલ્લો હું જાનકી બોલું છું, રાજકોટમાં રહું છું, તમને સારી રીતે ઓળખું છું, મારે તમને મળવું છે, તમારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે તેવો યુવતીનો ફોન આવ્યો હતો. બાદમાં ખેડૂત સાથે યુવતીએ નવ દિવસ સુધી મીઠી મીઠી વાતો કરી હતી. બાદમાં ખેડૂતને રાજકોટ બોલાવી હડાળાના પાટીયા પાસે એક રૂમમાં વાત કરવા લઇ જઇ બાદમાં સાગરીતોને બોલાવ્યા હતા.

યુવતીએ દુષ્કર્મના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી ખેડૂત પાસેથી અઢી લાખ પડાવવા પ્રયાસ કર્યો હતો. બાદમાં ખેડૂતે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધવાતા પોલીસે બે યુવતી, બે મહિલા, એક યુવાન અને એક સગીરની ધરપકડ કરી છે. પોલીસે આ બનાવમાં ટંકારાના નેકનામ ગામે રહેતાં અને ખેતીકામ કરી ગુજરાન ચલાવતાં નિતીનભાઇ દેત્રોજાની ફરિયાદ પરથી રાજકોટ ચુનારાવાડની જાનકી કુંભાર, મિંતાણાના ઉર્વેશ ગજેરા, જીલુબેન, માંડા ડુંગરની ગોળાઇ પાસે આવેલા મોગલ આશ્રમ મંદિરની સંચાલિકા ગીતાબેન તથા તેના સગીર પુત્ર સામે IPC 387, 120 (બી), 419, 342, 323, 504, 114 મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

આ કિસ્સામાં વધુમાં જાણવા મળી રહ્યા મુજબ પૈસાની ખેંચ દૂર કરવા ઉર્વેશે નામના વ્યક્તિએ પરિચિત બે યુવતિઓ જાનકી અને ગીતા સાથે મળી એક ખેડૂતને ફસાવવાનો પ્લાન કર્યો હતો. જો કે ખેડૂતને પૈસા માંગ્ય બાદ ખેડૂતે બે-ત્રણ કલાક બહાર જવા દેવાય તો પૈસાનો મેળ થશે તેમ કહેતાં આધારકાર્ડ લઇ જવા દેવાયા હતા. જોકે ખેડૂતે સમયસૂચકતા વાપરી સીધા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલિસએ ટોળકીને ઝડપી પાડી હતી.