ચોખો વિડીયો નાખું છું થાય તે કરી લેજો, અને પોલીસે કરી બતાવ્યું

અલગ અલગ સમાજ વિષે ઉશ્કરેણીજનક શબ્દોનો કર્યો હતો પ્રયોગ

ચોખો વિડીયો નાખું છું થાય તે કરી લેજો, અને પોલીસે કરી બતાવ્યું

Mysamachar.in-જામનગર

આજના સોશ્યલ મીડિયાના જમાનામાં લોકો મનફાવે તેમ અને સમાજોમાં ઉશ્કેરણી અને ગમે તે વ્યક્તિ વિષે અપમાજનક શબ્દોની કા તો ટીપ્પણીઓ અથવા વિડીયો ફરતા કરતા હોય છે, એવામાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરા ગામના શખ્સએ અલગ અલગ ત્રણ ચાર  સમાજના વેપાર કરતા યુવાનો વિષે અભદ્ર ભાષામાં વાતચીત કરી ધંધા વિષે અપ-શબ્દો બોલી વિડીઓ વાયરલ કરતા પોલીસ હરકતમાં આવી હતી. સમાજમાં વૈમનસ્ય ન ફેલાય તે માટે પોલીસે આ જાતે ફરિયાદી બની આ શખ્સ  સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના સણોસરા ગામના કેતન રસીકલાલ અંબાસણા નામના શખ્સએ એક વિડીઓ વાયરલ કર્યો હતો. જેમાં આ કેતેને સતવારા, સગર, આહીર, ગામેતી, સમાજના લોકોને ભુંડા બોલી ગાળો આપી, તેમને ફર્નીચર, વેલ્ડીગનો ધંધો સુથાર, લુહાર વિગેરે સમાજનો હોય તે છોડી ખેતી કરવાની સલાહ આપી હતી. આ ઉપરાંત અલગ અલગ ધર્મ અને જાતી વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય, સુલેહ શાંતીનો ભંગ થાય તેવુ કથન કરી વીડીઓમા પોતે બોલે છે કે “ચોખો વિડીઓ નાખુ છુ થાય તે મારૂ કરી લેજો” તેમ કહી ખરાબ શબ્દો બોલતો નજરે પડે છે. આ ગંભીર બાબત લાલપુર પોલીસના ધ્યાનમાં આવતા પોલીસ જાતે જ ફરિયાદી બની આ શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે, કેતને અમુક વર્ગના કોમના લોકો બીજા વર્ગ કે કોમના લોકો વિરૂધ્ધ કોઇ ગુન્હો કરી બેસે તેવા ઇરાદાથી ઉશ્કેરણીજનક શબ્દો નો ઉપયોગ કરી વીડીઓ બનાવી વીડીઓ વાયરલ કરતા જ પોલીસે ફરિયાદ દાખલ કરી જરૂરી કાર્યવાહી કરી છે.