Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
હાલારમાં વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પતિએ જ પત્નીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના મીઠાપુર પોલીસના ચોપડે ચઢી છે, આ હત્યા કેસની વિગતે નજર કરીએ તો મીઠાપુર બાળમુકુંદ પાંજરાપોળ પાસે વસવાટ કરતા નીતાબેન પ્રવીણભાઈ કંકોડીયા નામની 34 વર્ષીય મહિલા પોતાને ઘરે રસોઈ બનાવી રહી હતી ત્યારે તેના પતિ પ્રવિણ જેસંગે પોતાની પત્ની સાથે કોઇ કારણસર ઝઘડો કરી છરીનો પડખાના ભાગે ઘા મારી મોત નીપજાવીના મામલે મૃતકના મામાની ફરિયાદના આધારે મીઠાપુર પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.