Mysamachar.in-જામનગર
જામનગર શહેરને પાણી પૂરું પાડતા મહત્વના ડેમોમાં પાણીની આવક શરુ થઇ ચુકી છે, ઊંડ 1 ડેમમાં 5 ફૂટ, આજી-૩માં 6 ફૂટ, રણજીતસાગરમાં 1 ફૂટ પાણીની આવક થઇ છે.ફૂલઝર-1માં 6 ફૂટ, સપડા 2 ફૂટ, ફૂલઝર-2માં 2 ફૂટ, સોરઠી 4 ફૂટ, ડાયમીણસાર 2.23, ઊંડ-૩ 2.46, કંકાવટી 5.97, રૂપાવટી 13.32, વનાણા 2.99 ફૂટ પાણીની આવક થઇ છે. આમ જીલ્લાના લગભગ જળાશયોમાં પાણીની આવક થઇ છે, તો કેટલાય ગામોના ચેકડેમો નવાનીર થી છલકાઈ ઉઠયા છે.
સવારે 10 બપોરે 12 વાગ્યા સુધીના વરસાદના આંકડા
કાલાવડમાં 1 ઇંચ
જામનગર શહેરમાં 1 ઇંચ
જોડીયામાં અડધો ઇંચ