Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં અવિરત મેઘમહેર વચ્ચે આજે સવારે 6 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધીમાં જામનગર જીલ્લાના કયા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો તેના આંકડાઓ પર નજર કરવામાં આવે તો જામનગર શહેરમાં 2 ઇંચ, કાલાવડમાં સવા ઇંચ, ધ્રોલમાં 2 ઇંચ, જોડીયામાં 2 ઇંચ, લાલપુરમાં 2 ઇંચ અને જામજોધપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.