Mysamachar.in-જામનગર
કેટલાય દિવસોના લાંબા વિરામ બાદ સમગ્ર રાજ્યની સાથે સાથે હાલારમાં પણ આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ એન્ટ્રી કરી દીધી હોય તેમ લાગે છે, આજે સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના જામનગર જીલ્લાના વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો… જામનગર જીલ્લાના કાલાવડમાં 35 મીમી, જામજોધપુરમાં 26 મીમી, જામનગર શહેરમાં 10 મીમી, લાલપુરમાં 32 મીમી, ધ્રોલમાં 16 મીમી અને જોડીયામાં 13 મીમી વરસાદ નોંધાયો છે.