દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની કેટલી જગ્યા છે ખાલી..?

વિધાનસભામા ધારાસભ્ય વિક્રમ માડમના સવાલમાં શું મળ્યો જવાબ વાંચો   

દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની કેટલી જગ્યા છે ખાલી..?
file image

Mysamachar.in-ગાંધીનગર:

હાલ  વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં ખંભાળિયા બેઠકના કોંગી ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા તા. 31/12/2021ની સ્થિતિએ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં જિલ્લાવાર કેટલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે અને જિલ્લાવાર શાળાઓમાં શિક્ષકોની કેટલી જગ્યાઓ મંજૂર થયેલ છે.? ઉકત મંજૂર જગ્યાઓ પૈકી કેટલી જગ્યાઓ ભરાયેલ છે અને કેટલી જગ્યાનો ક્યાં કારણોસર ખાલી છે? અને ઉકત ખાલી જગ્યાઓ ક્યા સુધીમાં ભરવામાં આવશે?માડમના આ સવાલના પ્રત્યુતરમાં સરકારમાં શિક્ષણ વિભાગનો હવાલો સંભાળતા શિક્ષણ મંત્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો કે તા. 31/12/2021ની સ્થિતિએ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં જિલ્લાવાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક તથા સળંગ એકમમા થઈને કુલ 42 શાળાઓ આવેલી છે જયારે જામનગર જિલ્લામાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તથા સળંગ એકમમાં થઈને કુલ 36 શાળાઓ આવેલી છે.

આ શાળાઓમાં શિક્ષકોની જિલ્લાવાર સંખ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માધ્યમિક શાળામાં તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં કુલ 209 શિક્ષકોની સંખ્યા છે. તેમજ જામનગર જિલ્લામાં માધ્યમિક શાળામાં તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં કુલ 180 શિક્ષકોની સંખ્યા છે. મંજૂર જગ્યાઓ પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માધ્યમિક શાળામાં તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં કુલ 147 જગ્યાઓ ભરેલી છે જયારે 62 જગ્યાઓ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાલી પડેલી છે. જામનગર જિલ્લામાં માધ્યમિક શાળામાં તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં કુલ 144 જગ્યાઓ ભરેલી છે જયારે 36 જગ્યાઓ જામનગર જિલ્લામાં ખાલી પડેલી છે. ખાલી જગ્યાના બાબતે. શિક્ષણમંત્રી એ વિધાનસભામાં જણાવેલ કે નવી શાળાઓ શરુ કરતા અને વય નિવૃતિના કારણે જગ્યાઓ ખાલી છે.