એક સપ્તાહમાં બીજી વખત જામનગરમાં કઈ રીતે ઊંટગાડી બની બેકાબુ..જુઓ VIDEO 

વિડીયો જોવા ક્લીક કરો

mysamachar.in-જામનગર

શહેરમાં ચાલકને છોડી ઊંટગાડી બેકાબૂ બની હોય તેવો એક અઠવાડીયામાં બીજો બનાવ સામે આવ્યો છે..થોડા દિવસ પહેલા શહેરના બેડેશ્વર ઓવરબ્રિજ પર ચાલક વગરની બેકાબૂ બનેલી ઊંટગાડીનો વિડીયો વાયરલ થયો હતો.તો બીજો બનાવ શહેરના બેડીગેઈટ વિસ્તારનો સામે આવ્યો છે....

શહેરના બેડીગેઈટ વિસ્તારમાં ચાલક વગર બેફામ દોડી રહેલી ઊંટગાડીનો વિડીયો વાયરલ થયો છે....જેમાં બેડીગેઈટથી ટાઉનહોલ તરફ જતાં માર્ગ પર ઊંટગાડી બેફામ દોડી રહી છે.....આગળ જતાં રસ્તા પર ઊભેલી ફ્રૂટની લારીને અડફેટે લીધી હતી.ત્યારબાદ આગળ દોડી રહેલી ઊંટગાડી ઊંટ સહિત ઊંધી પડી જતાં મોટી દુર્ઘટના થતાં સહેજમાં અટકી હતી.નોંધનીય છે કે, જામનગર શહેરમાં એક અઠવાડીયામાં બેકાબૂ બનેલી ઊંટગાડીના વાયરલ વિડીયોએ લોકોમાં કૌતૂક જગાવ્યું છે.