ગૃહરાજ્યમંત્રીનું કેન્સરનું સફળ ઓપરેશન

3 દિવસ રહેશે ICUમાં

ગૃહરાજ્યમંત્રીનું કેન્સરનું સફળ ઓપરેશન

Mysamachar.in-અમદાવાદ: 

રાજ્યની સરકારમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને છેલ્લાં થોડાક દિવસથી શરૂ થયેલી ગળા અને મોંઢાની તકલીફ બાદ અમદાવાદની જાણીતી એચસીજી હોસ્પિટલમાં તપાસ કરાવવામાં આવતા કેન્સરનું નિદાન થયુ હતું. 

કેન્સરના નિદાન બાદ નિષ્ણાંત ડૉક્ટર્સની સલાહ બાદ ગઈકાલે ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. હોસ્પિટલના હેલ્થ બુલેટિન મુજબ તેમની તબીયત સારી હોવાનું જણાવવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ગૃહરાજ્યમંત્રીને મો અને ગળાના ભાગે વધી રહેલી તકલીફ બાદ ગઈ કાલે તેમનું સફળ ઓપરેશન થયા બાદ આગામી 3 દિવસ સુધી તેઓને ICUમાં રાખવામા આવશે.

પ્રદીપસિંહ જાડેજાને કયા સ્ટેજનું કેન્સર છે તેની તપાસણી માટે બાયોપ્સી સહિતના રિપોર્ટ એક અઠવાડીયા બાદ આવશે તેમ હોસ્પિટલ સતાવાળાઑએ જણાવ્યુ છે. હાલમાં તેઓ આઈસીસીયુમાં સારવાર હેઠળ છે પણ તેમની તબીયત સ્થિર હોવાનું ડોક્ટરે જણાવ્યુ છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.