રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જાવ છો ?  તો આ સમાચાર તમારે માટે મહત્વના છે

મંગળવારથી આ કોવિડ નિયંત્રણ લાગુ પડશે - સતાવાર જાહેરાત

રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જાવ છો ?  તો આ સમાચાર તમારે માટે મહત્વના છે

Mysamachar.in-નર્મદા:

નાતાલ અને થર્ટી ફર્સ્ટની રજાઓનું મિની વેકેશન ચાલી રહ્યું છે. પ્રવાસે જનારા સહેલાણીઓની સંખ્યા કાફી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તાવાળાઓએ કોવિડ નિયંત્રણ લાગુ કર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તાવાળાઓએ રવિવારે જાહેર કર્યું છે કે, આગામી મંગળવાર, 27 ડિસેમ્બરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલ તથા આસપાસના પ્રવાસી સ્થળોએ કોવિડ નિયંત્રણનું પાલન કરવાનું રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની મુલાકાતે આવતાં સહેલાણીઓએ માસ્ક ધારણ કરવું ફરજિયાત છે. જે પ્રવાસીઓએ માસ્ક ધારણ કર્યું નહીં તેઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની મુલાકાતે પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત કોવિડ નિયંત્રણ પૈકી સામાજિક અંતર સહિતનાં નિયમોનું પાલન ફરજિયાત કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 24 ડિસેમ્બરે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જાહેરાત કરેલી કે, કોરોના સંબંધિત કડક નિયંત્રણો ( લોકડાઉન વગેરે) હમણાં લગાડવામાં નહીં આવે. તે સાથે જ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનાં સ્થળે તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે સ્થળોએ માસ્ક સહિતનાં હળવાં નિયંત્રણ શરૂ થઈ ચૂક્યા છે.  અત્રે એ પણ નોંધનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતનાં સહેલાણી સ્થળોએ થર્ટી ફર્સ્ટની રજાઓ અને ઉજવણીઓમાં હજારો લોકો ઉમટી પડતાં હોય છે.