'મારે આ દુનિયાની ઝંઝટમાંથી મુક્તિ જોઇએ છે' કહી આધેડે કાપી નાખ્યું ગુપ્તાંગ

અનોખો કિસ્સો

'મારે આ દુનિયાની ઝંઝટમાંથી મુક્તિ જોઇએ છે' કહી આધેડે કાપી નાખ્યું ગુપ્તાંગ
ફાઇલ તસવીર

Mysamachar.in-પોરબંદરઃ

કહેવાય છે કે સાધુ એટલે કે તે તમામ મોહ-માયાથી પર હોય છે. પરંતુ આજના યુગમાં કેટલાક સાધુઓની કામલીલા તો જગજાહેર છે. પરંતુ એક વ્યક્તિએ સાચી પ્રભુ ભક્તિ સાબિત કરવા એવું પગલું ભર્યું કે સૌકોઇ ચોંકી ગયા. વાત છે કે પોરબંદરની જ્યાં બાવળાવદર ગામમાં રહી ખેતી કામ કરતાં આધેડે સૂડી વડે પોતાનું ગુપ્તાંગ જ કાપી નાખ્યું. રાણાવાવ ખાતે આવેલી જાંબુવંતી ગુફા ખાતે આવ્યા હતા. અહીં ગુફા બહાર તેમણે સૂડી વડે પોતાનું અડધું ગુપ્તાંગ જાતે જ કાપી નાખ્યું હતું. નિવૃત જીવન ગાળતા આધેડને સંસારમાં એક દીકરો અને દીકરી છે પરંતુ પિતાના આવા પગલાથી પરિવારમાં સૌકોઇ ચોંકી ઉઠ્યા છે. 

આ આધેડ રાણાવાવ ખાતે આવેલી જાંબુવંતી ગુફા ખાતે પહોંચ્યા હતા, જ્યાં સૂડી વડે પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. બાદમાં તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. આ દરમિયાન ગુફાએ ફરવા આવેલા મુલાકાતીઓની નજર આ આધેડ પર પડતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. બાદમાં 108ની મદદથી આધેડને તાત્કાલિક સારવાર અર્થે  ખસેડ્યા હતા. તો સારવાર દરમિયાન ડોક્ટરો સાથે વાતચીતમાં આધેડે જણાવ્યું કે ,"મારે ભગવાનની ભક્તિ કરવી છે, મારે આ દુનિયાની ઝંઝટમાંથી મુક્તિ જોઈએ છે." આધેડના કૃત્યની વાત વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાતા ભારે ચર્ચા જાગી છે.