Mysamachar.in-જામનગર:
વીજચોરી કરનાર તત્વો બેફામ બન્યા છે, યેનકેન પ્રકારે વીજયારી કરી મોટી આર્થિક નુકશાની પીજીવીસીએલને કરવામાં આવી રહી છે. જયારે આવી વીજચોરીઓ ઝડપાઈ ત્યારે તેની અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી સામે આવે છે તે ચોકાવનારી હોય છે, એવામાં જામનગરમાં વધુ વીજચોરીની એક નવી જ કહી શકાય તેવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જે સામે આવતા વીજ વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. આ એવી તકનીક અપનાવવામાં આવી છે જે પ્રથમ વખત સામે આવી છે, જેમાં વીજ મોટરના પૅટીના શીલ અને મીટરના ટીંબી સીલને ટેમ્પરડ કરવામાં આવે છે અને બાદમાં મીટરને લઇ જઈ તેની પાછળના ભાગે ચોરસ કટ કરી અને મીટરની અંદરના ભાગમાં બે રજીસ્ટર બેસાડવામાં આવે છે, જેનાથી વીજ મીટર ખુબ ધીમી ગતિએ ચાલે છે અને બાદમાં કોઇને ખ્યાલ ન આવે તે રીતે પાછળનો જે ભાગ કટ કરેલો હોય છે તેને કેમિકલથી ચોટાડી આપવામાં આવે છે, અને જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આ રીતે વીજચોરી કરવામાં આવે છે.
જામનગરમાં છેલ્લા થોડા સમયથી વીજ ચોરીનાં કેસોમાં આ રીતે સ્માર્ટ વીજચોરી રજિસ્ટન્સ સર્કિટ ડિજિટલ વીજમીટરમાં બેસાડી મીટરમાં બિલ નહિવત આવે તે રીતે વીજ યુનિટનાં ચડે અને પાવર વપરાશ કરતા વધુ લોડ વાપરતા વીજ ગ્રાહકોને ચોક્કસ ગેંગ દ્વારા આ પ્રકારની વીજ ચોરી માટે કોઈ સ્માર્ટ કારીગર અને જાણકાર કામ કરનાર હોય તેમ વીજ મીટરમાં ચોરી કરાવેલ હોય જેથી લાલપુર સબ ડિવિઝન હેઠળ વિસ્તાર લાલપુરમાં કુલ 11 કેસ સેકશન 135 electric City act મુજબ તારીખ 17/18-6-2022 નાં રોજ વીજ કચેરી લાલપુર દ્વારા ફરિયાદ નોંધાવેલ
આ કિસ્સાઓમાં વીજમીટર પેટીનાં સીલ ટેમ્પર્ડ કરીને વીજમીટર પાછળ ચોરસ કટ કરીને ફરી રિફિટ બહુ જ બારીકાઇથી કરેલ હોય જે ચેકીંગ દરમિયાન અને લેબ પરીક્ષણ કરતા મીટરની આંતરિક રચનામાં અંદર આવેલ વીજ વપરાશ નોંધતા વાયરમાં કટ કરી તેમાં રજિસ્ટન્સ બેસાડીને સાચો વીજવપરાશ ના નોંધાય તે રીતે જોડાણ કરી અવરોધ ઉભો કરી વીજચોરી કરેલની ફરિયાદ જુદા-જુદા વીજ ગ્રાહકના 11 કેસ તમામનાં મળી કુલ રૂપિયા 28 લાખ સુધીની ફરિયાદ વીજ ગ્રાહકો વિરૂદ્ધ આપેલ હતી.
આ 11 તપાસોમાં GUVNL પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પો ઈન્સ એમ.કે.અપારનાથી અને PC આર.કે.લુબાના તપાસ ચલાવતા હોય તેમાં વીજ ગ્રાહક અને તેમના પુત્ર અને મિડીયેટર જયેશ રાબડીયા રહે લાલપુર તથા લાલપુર સબ ડિવઝનમાં અગાઉ ફરજ બજાવતા આસિફ રાઉમાં હાલે આમરણ સબ ડિવિઝન ફરજ વાળા અને તેના દ્વારા મોકલવામા આવતો કારીગર સાલેબીન ઉર્ફે રોજા વિરુદ્ધ ગુન્હાઓમાં ચાર્જશીટ લાલપુર કોર્ટમાં જી.યુ.વી.એન.એલ પોલીસ જામનગર દ્વારા કરેલ છે,
જેમાં વીજ ગ્રાહક અને તેમને વીજ ચોરી કરવામાં મદદ કરનાર ગુન્હામાં શામેલ હોય તેવા 11 કેસમાં જે તમામ ગુન્હામાં જયેશ રાબડીયા મિડીયેટર તરીકે વીજગ્રાહક લાલપુરમાં ગોતીને આસિફરાઉમાં પીજીવીસીએલ લાલપુરવાળા પાસેથી કારીગર સાલેબીન ઉર્ફે રોજા ભાઈ જામનગર લંઘાવાળવાળાને બોલાવી આપતો અને વીજગ્રાહકનાં ઘરનો વીજ લોડ તેવા રૂપિયા મેળવી મીટરમાં કામગીરી કરાવતા હતા અને પોતાનો અંગત લાભ મેળવી વીજ ચોરી કરાવતા હતા.
જે તપાસ દરમિયાન જીયુવીએનએલ પોલીસ મથકનાં PSI એમ કે અપારનાથી અને આર કે લુબાનાએ સઘન પૂછપરછ અને તપાસ કરી વીજ ગ્રાહક આરોપી અને તેમને મદદ કરનાર તેમના સહ મદદગાર અને મિડીયેટર જયેશ રાબડીયા, આસિફ રાઉમા ( PGVCL મીટર રીડર ) અને સ્માર્ટ વર્કથી વીજચોરી કામગીરી કરી આપનાર રોજા ભાઈ સલાની મદદગારી કરવા અને વીજ ચોરી મીટર ટેમ્પર્ડ કરી બાહિય ડીવાઇસ બેસાડવા માટે ” ધ ઇન્ડિયન electric City act section 135 ઉપરાંત 138 અને 150 નો ઉમેરો કરાવી ચાર્જશીટ કરેલ છે.આરોપી રોજા પાસેથી વીજ ચોરી કરવવા માટે વપરાશમાં લીધેલ ઇલેક્ટ્રિઝમ સંસાધનો ગુન્હાનાં કામે કબ્જે કરેલ છે.