ગુજરાત સ્ટેટ કો. ઓપ. હાઉસીંગ ફાયનાન્સ લી. ના ચેરમેન ડો. ડી.પી. ચીખલીયાનું જામનગર ખાતે સન્માન

જામનગરના ડાયરેકટર સુભાષ જોષી સહિતની ટીમ દ્વારા કરવામાં આવ્યું સન્માન 

ગુજરાત સ્ટેટ કો. ઓપ. હાઉસીંગ ફાયનાન્સ લી. ના ચેરમેન ડો. ડી.પી. ચીખલીયાનું જામનગર ખાતે સન્માન

Mysamachar.in:જામનગર

ગુજરાત સ્ટેટ કો. ઓપ. હા. ફાયનાન્સ લી. ના ચેરમેન જામનગર ખાતે ગત તા.23 ના રોજ સર્કિટ હાઉસ ઉપસ્થિત રહેલ. જામનગરના ડાયરેકટર સુભાષ જોષી તેમજ જામનગરની વિવિધ સોસાયટીના હોદોદારો દ્વારા ચેરમેનનું સાલ તેમજ મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવેલ. ચેરમેનની ઉપસ્થિતિમાં જામનગર ખાતે એક બેઠક મળેલ. જેમાં જામનગરના ડાયરેક્ટર સુભાષ જોષી તેમજ સોસાયટીના હોદેદારો ઉપસ્થિત રહેલ. બેઠકમાં આગામી સમયમાં હાઉસિંગને લગત કાર્યોમાં વેગ મળે તે બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, કેશુ માડમ તેમજ સોસાયટીના હોદેદારો નરેનભાઇ ગઢવી, દિલીપસિંહ જેઠવા, દિલીપસિંહ જાડેજા, નગીનભાઇ ખીરસરીયા, ભૌમીક છાપીયા, સચિનભાઇ રબારી, અભયસિંહ ગોહિલ, જય કડીવાર, આદિત્ય ત્રિવેદી પણ ઉપસ્થિત રહેલ.