Mysamachar.in-ગાંધીનગર
ગુજરાત સરકારે 2021ના વર્ષની સરકારી કચેરીઓ માટેની જાહેર રજાઓની યાદી જાહેર કરી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં 22 જાહેર રજા છે, જ્યારે 44 મરજિયાત રજા છે. આ યાદીમાં જાહેર રજાઓમાં 5 રજા રવિવારે આવતી હોવાથી તેનો સમાવેશ જાહેર રજાઓમાં કરવામાં આવ્યો નથી, જ્યારે મરજિયાત રજાઓમાં 8 રજા રવિવારના દિવસે આવતી હોવાથી એનો સમાવેશ મરજિયાત રજાના દિવસે જાહેર કર્યો નથી.
-કઈ કઈ રજાઓ મળશે
મકર સંક્રાંતિ, 26મી જાન્યુઆરી, મહાશિવરાત્રિ, હોળી, ગુડ ફ્રાઈડે, ચેટીચંદ, બાબાસાહેબ આંબેડકર જયંતી, રામનવમી, પરશુરામ જયંતી, ઈદ, બકરી ઈદ, પતેતી, મહોરમ, જન્માષ્ટમી, સંવત્સરી, મહાત્મા ગાંધી જયંતી, દશેરા, ઈદ, દિવાળી, નવુ વર્ષ, ભાઈબીજ, ગુરુનાનક જયંતી, ક્રિસમસ
-રવિવારને કારણે રજા કપાઈ
મરજિયાત રજાઓમાં 8 રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેનો સમાવેશ મરજિયાત રજાના દિવસે જાહેર કરેલ નથી. રવિવારે આવનાર રજાઓમાં મહાવીર જન્મ જયંતિ, સ્વતંત્રતા દિવસ, રક્ષા બંધન અને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ છે. આ ચાર રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેને જાહેર રજાઓની લિસ્ટમાં સમાવેશ નથી કરાયો. જોકે, શનિવારે આવતી ગાંધી જયંતિ, ભાઈબીજ અને નાતાલના પર્વની રજાને 22 રજાઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે.