રસ્તામા કાર રોકી 5 લોકોની ઘાતકી હત્યા 

દારૂની બાતમી આપવાની તકરાર અન્ય.? પોલીસ તપસ શરુ 

રસ્તામા કાર રોકી 5 લોકોની ઘાતકી હત્યા 

Mysamachar.in-કચ્છ:

એક તરફ રાજ્યમાં લોકડાઉનની અમલવારી ચાલી રહી છે અને બીજી તરફ કચ્છ જીલ્લાના રાપર તાલુકાના હમીરપર ગામ ખાતે આજે એક સાથે 5 લોકોની હત્યાનો બનાવ સામે આવ્યો આવતા જિલ્લાભરની પોલીસ દોડતી થઇ છે, માનવામાં આવી રહ્યું છે કે સ્કોર્પિયોમાં જતા 5 લોકોની છેલ્લા ત્રણેક દિવસથી ચાલતી તકરારમાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. દારૂના ધંધાની બાતમી આપવાની તકરારનો અંજામ હત્યામાં આવ્યો છે. એક સાથે 5 લોકોની હત્યાની ઘટનાને પગલે પૂર્વ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

રાપર તાલુકાના મોટી હમીરપરની વાડી વિસ્તારમાં એક સાથે 5 લોકોની હત્યા થતાં અરેરાટી વ્યાપી હતી. અગાઉ દારૂની બાતમી આપવાના વહેમથી બે ત્રણ વાર ઝગડો થયો હતો. જેમાં ગઈ કાલે બંને પક્ષે સમાધાન પણ થયું હતું. જોકે ફરી આજે વાત વણસતા બપોરના સુમારે અખાભાઈ રાજપૂત અને તેમનો ભાઈ અને બનેવી અને બે પુત્રો સાથે પોતાની સ્કોર્પિયો ગાડીમાં આવી રહ્યા હતા, હત્યા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી.

પાંચ મૃતકો જયારે સ્કોર્પિયો ગાડી લઈને જઈ રહ્યા હતા ત્યારે આડુ ટ્રેક્ટર રાખીને આગળ ગાડી નાખીને ફરી આવ્યા હતા. જેમાં ઘાતક હથિયારો સાથે 4 વ્યક્તિઓના ઢીમ ત્યાં જ ધારી દીધા હતા. જેમાં એકને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જેનું પણ મૃત્યુ નીપજ્યું હતું.બનાવને પગલે જીલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી ગયા છે અને આ મામલે ચોક્કસ કારણ જાણી હત્યારાઓને શોધી કાઢવા તપાસ તેજ કરી છે.